Oben Rorr Electric Bike Launch Soon: ભારતીય માર્કેટમાં મોબિલિટી સ્ટાર્ટઅપ કંપની Oben EV પોતાની પહેલી ઇલેક્ટ્રિક મૉટરસાઇકલ લૉન્ચ કરવા માટે તૈયાર છે. Oben કંપીએ આ બાઇકનુ નામ Oben Ror રાખ્યુ છે. આ બાઇક સિંગલ ચાર્જમાં 200kmની રેન્જ આપે છે. કંપની ભારતમાં આ હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક બાઇકને આગામી મહિને માર્ચમાં લૉન્ચ કરી શકે છે. લૉન્ચિંગના થોડાક દિવસો બાદ આની ડિલીવરી જૂન 2022માં શરૂ થઇ શકે છે. આ બાઇક Revolt RV 400 અને Komaki Ranger જેવી બાઇકોને ટક્કર આપશે. 


ફિચર્સ અને સ્પેશિફિકેશન્સ-
જો આ બાઇકના ફિચર્સની વાત કરીએ તો આમાં ઓબેન ઇવીની એપ, એલઇડી લાઇટ, એક કલ એલસીડી કન્સૉલ અને સ્માર્ટફોન કનેક્ટિવિટી જોવા મળી શકે છે. આની ડિઝાઇન બહુજ એટ્રેક્ટિવ છે. આ બાઇક 100 કિમી. પ્રતિ કલાકની ટૉપ સ્પીડથી દોડી શકે છે. આને એકવાર ફૂલ ચાર્જ કરવા પર 200 કિલોમીટરની રાઇડ રેન્જ આપવાની સંભાવના છે. જોકે આના ફૂલ સ્પેશિફિકેશનથી સંબંધિત વધારે જાણકારી હાલમાં નથી મળી. પરંતુ આ Revolt RV 400 અને Komaki Ranger જેવી બાઇકોની સરખામણીમાં હોઇ શકે છે. 


દર 6 મહિને થશે લૉન્ચિંગ- 
કંપનીનો 2022 પ્લાન તૈયાર છે, ઓબેન કંપનીએ બે વર્ષના પોતાના પ્લાનને અનવીલ કર્યો છે. જેનાથી જાણી શકાય છે કે કંપની આગામી બે વર્ષમાં દર 6 મહિને એક નવી પ્રૉડક્ટ માર્કેટમાં ઉતારશે. આ બાઇકને આ વર્ષે આમાંથી પહેલા પ્રૉડક્ટ તરીકે ઉતારી શકે છે, જોકે આની કિંમતની વાત કરીએ તો આ ઓબેન ઇલેક્ટ્રિક બાઇકની કિંમત લગભગ 1.2 થી 1.5 લાખ રૂપિયાની વચ્ચે (અંદાજિત) હોઇ શકે છે.


ઓબેન ઇલેક્ટ્રિકના કૉ-ફાઉન્ડરે કહ્યું- 
ઓબેન ઇલેક્ટ્રિકની કૉ-ફાઉન્ડર મધુમિતા અગ્રવાલે કહ્યું કે, ઓબેન ઇલેક્ટ્રિક મલ્ટી લેવલ ટેસ્ટિંગ, ડ્યૂરેબિલિટી, સેફ્ટી અને કનેક્ટિવિટીની સાથે આ સેગમેન્ટમાં આવવાની પુરેપુરી રીતે તૈયાર છે.


 


આ પણ વાંચો........ 


સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા


અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે


અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ


આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?


Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............


Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ


Car loan Information:

Calculate Car Loan EMI