અમદાવાદઃ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 5 હજારને પાર થયા છે. એક જ દિવસમાં નવા 5396 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં કુલ 8,21,541 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે 3,18,945 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હવે ડોક્ટરો કોરોનાની ઝપેટમા આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પાંચ તબીબોને કોરોના થયો હતો. આ સાથે જ કુલ છ તબીબોને કોરોના થયો હતો.
પબ્લિક રિલેશન ઑફિસર, 3 રેસિડેન્ટ તબીબ અને 2 નર્સિંગ સ્ટાફ સહિત કુલ 6 લોકોને કોરોના થયો હતો. મહત્વની વાત એ કે તમામ લોકો બીજી વખત કોરોનાથી સંક્રમિત થયા છે. સવારે કોરોનાના લક્ષણ જણાતા ટેસ્ટ કરાવ્યા હતા અને સાંજે તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. જે વિભાગમાં સંક્રમણ ફેલાયું છે. તે વિભાગના તમામ તબીબોને આગામી 24 કલાકમાં RT-PCR રિપોર્ટ કરાવવા આદેશ કરાયો છે.
રાજકોટમાં પણ અમદાવાદની જેમ તબીબો કોરોનાનો શિકાર થઇ રહ્યા છે. રાજકોટના 30 નામાંકિત તબીબોને કોરોના થયો છે. સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોના કારણે આ ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. તબીબો ઉપરાંત તેમના પરિવારજનો અને હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય મેળાવડા યોજાઈ રહ્યા છે. તો સામાજિક કાર્યક્રમો પણ થઇ રહ્યા છે તેના કારણે ચેપ પ્રસરી રહ્યો છે અને તબીબો પણ કોરોનાગ્રસ્ત બની રહ્યા છે.
ગુજરાત સરકારે 10 શહેરોમાં રાત્રિ કરફ્યુમાં કોને આપી છૂટ ? છૂટ લેવા માટે શું કરવાનું રહેશે ?