Tata Nexon EV Waiting Period: ટાટા Nexon EVને ભારતમાં ખુબ પ્રેમ મળી રહ્યો છે. કારની ડિમાન્ડ વધવાના કારણે આનો વેઇટિંગ પીરિયડ પણ ખુબ વધી ગયો છે. ટાટા નેક્સન ઇવીને ખરીદનારાઓને હાલમાં 6 મહિનાના વેઇટિંગ પીરિયડમાંથી પસાર થવુ પડી રહ્યું છે. છતાં પણ આની ડિમાન્ડ વધતી જ જઇ રહી છે. એક રિપોર્ટ અનુસાર, નેક્સન ઇવીનો વેઇટિંગ પીરિયડ છ મહિના સુધીનો છે. આનો એક મોટુ કારણ ભારતીય ઓટો ઇન્ડસ્ટ્રીમાં સેમીકન્ડક્ટરની કમી પણ છે. 


ટાટા મોટર્સે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે ટાટ નેક્સન ઇવીને 2020માં લૉન્ચ કર્યા બાદ કંપની આના 13,500 થી વધુ યૂનિટિ્સને વેચવામાં સફળ રહી છે. આ ઉપરાંત કંપનીએ બતાવ્યુ હતુ કે તેમને જાન્યુઆરી (2022) મહિનામાં ઇલેક્ટ્રિક વાહનોની અત્યાર સુધીનુ સૌથી વધુ વેચાણ નોંધ્યુ છે. આ દરમિયાન કંપનીએ કુલ 2,892 યૂનિટ્સનુ વેચાણ કર્યુ છે. 


રેન્જ, બેટરી અને મૉટર-
ટાટા નેક્સન ઇવીની રેન્જની વાત કરીએ તો આ 312 કિમી. ની ડ્રાઇવિંગ રેન્જ સુધી આપી શકે છે. ટાટા નેક્સન ઇવીમાં 30.2 kWhનો બેટરી પેક મળે છે. આની મૉટર 127 એચપી મેક્સીમમ પાવર અને 245 એનએમ પીક ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. રિપોર્ટ્સ અનુસાર, ટાટા નવી નેક્સન ઇવી પર કામ કરી રહી છે. જેની ડ્રાઇવિંગ રેન્જ વધારે હશે અને બેટરી પેક પમ મોટુ આપવામાં આવશે..


કિંમત-
હાલમાં ઉપલબ્ધ ટાટા નેક્સન ઇવીના સૌથી સસ્તા વેરિએન્ટની કિંમત 14.29 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) છે. વળી, ટૉપ વેરિએન્ટની કિંમત 16.90 લાખ (એક્સ-શૉરૂમ) છે. ટાટા મૉટર્સની પાસે 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં નેક્સન ઇવી અને ટિગૉર ઇવી ઉપલબ્ધ છે. ટિગૉર ઇવીની કિંમત એકદમ ઓછી છે, આની કિંમત લગભગ 12 લાખ રૂપિયા છે. આ બન્નેને દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારોમાં ગણવામાં આવે છે. 


 


આ પણ વાંચો......


Tips: ભૂલથી તમારા ફોનમાંથી કામના SMS ડિલીટ થઇ જાય તો ચિંતા ના કરો, આ ટ્રિક્સથી ફટાફટ મળી જશે પાછા.........


MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ


IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ


Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............


સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત


Ind Vs Eng, Under-19 WC Final: વર્લ્ડકપ ફાઇનલ અગાઉ વિરાટ કોહલીએ અંડર-19 ટીમના ખેલાડીઓ સાથે કરી વાત, આપી મહત્વપૂર્ણ ટિપ્સ


Car loan Information:

Calculate Car Loan EMI