શોધખોળ કરો

ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બ્રિજ ગ્રુપનો વધુ એક ગૌરવપૂર્ણ મુકામ, ‘ગુજરાતના અગ્રણી અને વિશ્વસનીય ડેવલપર’

અમદાવાદ: ગુજરાતના વિકાસની ગાથામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનારી અનેક સંસ્થાઓમાં બ્રિજ ગ્રુપનું નામ આજે વિશ્વાસ, ગુણવત્તા અને નવીનતાના પર્યાય તરીકે ઓળખાય છે.

અમદાવાદ: ગુજરાતના વિકાસની ગાથામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનારી અનેક સંસ્થાઓમાં બ્રિજ ગ્રુપનું નામ આજે વિશ્વાસ, ગુણવત્તા અને નવીનતાના પર્યાય તરીકે ઓળખાય છે. આ પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવતા બ્રિજ ગ્રુપને તાજેતરમાં યોજાયેલા ‘The Pride of  Gujarat 2026 Awards’ સમારોહમાં ‘ગુજરાતના અગ્રણી અને વિશ્વસનીય ડેવલપર’ના પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યું.

ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બ્રિજ ગ્રુપ તરફથી શ્રી કૃણાલ દેસાઈ અને શ્રી અર્પણ દેસાઈએ એવોર્ડ સ્વીકાર્યો હતો.

બ્રિજ ગ્રુપે છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં આધુનિક અને ગુણવત્તાસભર પ્રોજેક્ટ્સ વિકસાવી ગ્રાહકોમાં વિશેષ વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. કંપનીએ માત્ર રહેણાંક પ્રોજેક્ટ્સ જ નહીં, પરંતુ વ્યાવસાયિક અને મિશ્ર-ઉપયોગના વિકાસ પ્રોજેક્ટ્સમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ગ્રાહક-કેન્દ્રિત અભિગમ, પારદર્શક વ્યવહાર અને સમયસર ડિલિવરી જેવી વિશેષતાઓએ કંપનીને હજારો પરિવારોની પ્રથમ પસંદગી બનાવી છે.

આ સન્માન અંગે શ્રી કૃણાલ દેસાઈએ જણાવ્યું કે, “આ એવોર્ડ માત્ર બ્રિજ ગ્રુપ માટે નથી, પરંતુ અમારા ગ્રાહકો, કર્મચારીઓ, સહયોગીઓ અને તમામ હિતધારકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમની સાથેના સંબંધો અને સમર્થનના કારણે જ અમે આ સ્થાન સુધી પહોંચી શક્યા છીએ.”

શ્રી અર્પણ દેસાઈએ ઉમેર્યું કે, “અમારું લક્ષ્ય માત્ર ઇમારતો બનાવવાનું નથી, પરંતુ એવી જીવનશૈલીનું નિર્માણ કરવાનું છે, જે લોકોના સપનાઓને સાકાર કરે. ભવિષ્યમાં પણ અમે ગુણવત્તા, નવીનતા અને વિશ્વાસના ધોરણોને વધુ ઊંચા લઈ જવા પ્રતિબદ્ધ છીએ.”

આજે જ્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સ્પર્ધા સતત વધી રહી છે, ત્યારે બ્રિજ ગ્રુપે ગ્રાહકોના વિશ્વાસને કેન્દ્રસ્થાને રાખીને પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે. ‘ગુજરાતના લીડિંગ એન્ડ ટ્રસ્ટેડ રિયલ એસ્ટેટ ડેવલપર’નો આ એવોર્ડ કંપની માટે માત્ર ગૌરવની ક્ષણ નથી, પરંતુ ભવિષ્યમાં વધુ જવાબદારી સાથે આગળ વધવાની પ્રેરણા પણ છે.

ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા બ્રિજ ગ્રુપ માટે આ સન્માન એક નવી સિદ્ધિ છે, જે કંપનીની વિશ્વસનીયતા અને પ્રતિબદ્ધતાની જાહેર સ્વીકૃતિ સમાન છે.

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget