શોધખોળ કરો

પૂર્વા મંત્રીનો નવરાત્રિ ઝંઝાવાત: યુએસથી લઇને અંકલેશ્વરના આઇકોનિક ફેસ્ટિવલ સુધી

પૂર્વા મંત્રીએ ભારતીય સંગીત અને સંસ્કૃતિની કીર્તિને 30 થી વધુ દેશોમાં સ્ટેજ શો કરીને સમગ્ર વિશ્વમાં ફેલાવી છે.

અંકલેશ્વર, 04 ઓક્ટોબરઆંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પોપસ્ટાર, ગાયક અને ગીતકાર, પૂર્વા મંત્રી આ વર્ષે નવરાત્રિમાં ગુજરાત ખાતે અંકલેશ્વરમાં યોજાઇ રહેલા ભારતના મોટા નવરાત્રિ ઉત્સવોમાંના એકમાં એવા ગરબા મહોત્સવમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. હાલ જ યુ.એસ.માં  “પૂર્વાસ્ટિક ટૂર 2024” પૂર્ણ કરીને  પરત ફર્યા બાદ પૂર્વા તેમના ગુજરાતી લોક સંગીત અને બોલિવૂડના હિટ ગીતો ના ‘ગુજરાતી ફોક ફ્યુઝન’થી ખૈલેયાઓને ઝૂમાવશે.

પૂર્વા મંત્રીએ ભારતીય સંગીત અને સંસ્કૃતિની કીર્તિને 30 થી વધુ દેશોમાં સ્ટેજ શો કરીને સમગ્ર વિશ્વમાં ફેલાવી છે. તેમના ફૂલ એનર્જી ઓન ગ્રાઉન્ડ પર્ફોર્મન્સે સમગ્ર દુનિયામાં ફેન્સના દિલ જીતી લીધા છે. જ્યારે  ડિજિટલ સ્પેસમાં એટલે કે સોશિયલ મીડિયામાં તેમનું સ્ટારડમ વધતું જાય છે — YouTube, Spotify અને Instagram પર 10 લાખથી વધુ ફોલોઅર્સ સાથે — પૂર્વા પોતાના ફેન્સને સતત એન્ટરટેઇ કરે છે. તેમની તાજેતરની રીલીઝ, ‘રૂમ ઝુમ’ અને ‘રસિયો રૂપાળો’, આધુનિક ‘ગુજરાતી ફોક ફ્યુઝન’ માટે એક સીમાચિન્હ છે.  ભારતીય સંગીતના વૈશ્વિક એમ્બેસેડર તરીકે તેમની ખ્યાતિ વધુ મજબૂત બની છે અને ચારકોર પ્રશંસા મેળવી છે. તેમના પૉપ હિટ ગીતોમાં ‘કાલા શા કાલા’, ‘રાંઝાં વે’, ‘ધ પાપા સોંગ’ અને ‘ઉલ્ઝી’ જેવા ચાર્ટ ટોપર્સનો સમાવેશ થાય છે. આ ગીતોમાં તેમના વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે તેમને ચાહકો તરફથી એક અનન્ય હેશટેગ #Purvastic અપાવ્યો છે. સોનુ નિગમ, રાહત ફતેહ અલી ખાન અને બપ્પી લાહિરી જેવા પ્રતિષ્ઠિત કલાકારો સાથેના તેમના જોડાણે પૂર્વાને એક બહુમુખી કલાકાર તરીકે પ્રતિષ્ઠા અપાવી  છે.

પૂર્વાએ મુંબઈ, ન્યુ યોર્ક અને બીજા ઘણા મોટા શહેરોમાં પરફોર્મ કર્યું છે અને હવે તે ગુજરાતના અંકલેશ્વરમાં તેમની અનોખી એનર્જી લાવી રહ્યા છે, જ્યાં તે જાણીતા નવરાત્રી ઉત્સવમાં ખૈલેયાઓને ઝૂમાવશે કરશે.

અંકલેશ્વર નવરાત્રિ વિશે બોલતા, પૂર્વાએ કહ્યું કે, “યુએસએમાં અત્યંત સફળ પૂર્વાસ્ટિક ટૂર પછી હું ક્લાઉડ 9 પર છું. ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે ગરબા ગાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ આયોજન ગુજરાતમાંનો સૌથી મોટો  નવરાત્રી ઉત્સવ છે. હું અહીં પરફોર્મ કરવા આતુર છું. આ વર્ષે પરંપરાગત લોક ગરબાને અહીં રજૂ કરવાનો આનંદ છે. કારણ કે ગુજરાતમાં કલાકારોની કળાને જે પ્રતિસાદ મળે છે તે બીજે ક્યાંય મળતો નથી.”

પૂર્વા મંત્રીના નવરાત્રિ પરર્ફોમન્સ હજારો ચાહકોને આકર્ષે છે. પૂર્વા જે એનર્જીથી ગરબા ગવડાવે છે તે અનન્ય છે.

પૂર્વા મંત્રી ભારતના ઇન્ડિપેન્ટેન્ટ મ્યુઝિકના સેક્ટરમાં એક અગ્રણી કલાકાર છે. તેઓએ 2023 માં વેડિંગસૂત્રાના ‘બેસ્ટ સિંગર અને પર્ફોર્મર’ એવોર્ડ અને 2022 માં WOW એવોર્ડ્સ એશિયામાં “લાઇવ ક્વોશન્ટ એવોર્ડ” જેવા સન્માન મેળવી  દેશના ટોચના કલાકારોમાં પોતાનું નામ શામેલ કર્યું છે.

તો આ વર્ષે દેશના સૌથી મોટા નવરાત્રિ કાર્યક્રમમાં દેશમાં સૌથી એનર્જેટિક ગરબા ગાઇને ખૈલેયાઓને ઘેલું લગાડનાર  પૂર્વા સાથે ક્યારેય ન અનુભવી હોય તેવી અપૂર્વા નવરાત્રિ ઉજવવા તૈયાર થઇ જાઓ!

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)
વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત
Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે  વિટામીન B12ની ઉણપ
Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે વિટામીન B12ની ઉણપ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
Embed widget