'ધ વર્લ્ડ સુરત' હવે 5-સ્ટાર ક્લાસિફાઇડ હોટેલ, કેન્દ્રીય પર્યટન મંત્રાલયે આપી સત્તાવાર માન્યતા
'ધ વર્લ્ડ સુરત' હવે 5-સ્ટાર ક્લાસિફાઇડ હોટેલ, કેન્દ્રીય પર્યટન મંત્રાલયે આપી સત્તાવાર માન્યતા

ધ વર્લ્ડ સુરતે ભારત સરકારના પર્યટન મંત્રાલય તરફથી 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન હાંસલ કર્યું છે, જે માત્ર હોટેલ માટે જ નહીં પરંતુ સુરતના ઝડપથી વિકસતા હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે પણ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ બની છે. પર્યટન મંત્રાલયનું 5-સ્ટાર ક્લાસિફિકેશન મેળવનારી ગુજરાતની ગણતરીની હોટેલોમાં સ્થાન મેળવીને ધ વર્લ્ડ સુરતે રાજ્યના લક્ઝરી હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ માન્યતા સાથે ધ વર્લ્ડ સુરત હવે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે વર્ગીકૃત 5-સ્ટાર હોટેલોમાં સામેલ થયું છે. લક્ઝરી હોસ્પિટાલિટી, ઉચ્ચ સ્તરની સેવા અને કાર્યસંચાલનની ગુણવત્તા સહિત પર્યટન મંત્રાલય દ્વારા નિર્ધારિત કડક માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આ પ્રતિષ્ઠિત 5-સ્ટાર ક્લાસિફિકેશન પ્રાપ્ત થયું છે.
ભારતના હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પર્યટન મંત્રાલયની 5-સ્ટાર ક્લાસિફિકેશન પ્રક્રિયા સૌથી વ્યાપક અને કડક મૂલ્યાંકન પદ્ધતિઓમાંની એક માનવામાં આવે છે. સામાન્ય પ્રમાણપત્રોથી વિપરીત, આ પ્રક્રિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ સિસ્ટમ્સ, ગેસ્ટ ફેસિલિટીઝ, ઓપરેશનલ એક્સલન્સ, સર્વિસ ક્વાલિટી, ફૂડ એન્ડ બેવરેજના ધોરણો, સલામતીની વ્યવસ્થાઓ, ટકાઉ વિકાસ, સુલભતા, ટેક્નોલોજીનું સંકલન તેમજ ગેસ્ટ એક્સપિરિયન્સ સહિતના તમામ પાસાનું અત્યંત વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં આશરે 30થી વધુ લાયસન્સ, કાયદેસર મંજૂરીઓ, તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરીને તેની સઘન ચકાસણીમાંથી પણ પસાર થવું પડે છે, જે સરકારની મૂલ્યાંકન પ્રક્રિયાની વ્યાપકતા અને કડકતા દર્શાવે છે. હોસ્પિટાલિટી ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયા ઉદ્યોગની સૌથી કડક ડ્યૂ-ડિલિજન્સ પ્રક્રિયાઓમાંની એક છે, જેમાં સરકાર સર્વોચ્ચ શ્રેણીનું ક્લાસિફિકેશન એનાયત કરે તે પહેલાં પ્રોપર્ટીની સર્વાંગી તૈયારીઓની સઘન ચકાસણી કરવામાં આવે છે. સામાન્ય રીતે અનેક પ્રીમિયમ હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સને કાર્યરત થયાના વર્ષો બાદ આ માન્યતા પ્રાપ્ત થાય છે, જ્યારે ધ વર્લ્ડ સુરતે ટૂંકા સમયમાં જ તમામ કડક રાષ્ટ્રીય માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કરીને આ પ્રતિષ્ઠિત સિદ્ધિ હાંસલ કરી છે.
હિંદવા ગ્રુપના કેયુર ખેનીએ જણાવ્યું હતું કે, "ધ વર્લ્ડ સુરત માટે 5-સ્ટાર ક્લાસિફિકેશન માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ તે વૈશ્વિક બિઝનેસ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં સુરતના મજબૂત સ્થાનને વધુ દૃઢ બનાવે છે. અમારી દૃષ્ટિ હંમેશાં એવી વિશ્વસ્તરીય સુવિધાઓનું નિર્માણ કરવાની રહી છે, જે શહેરના ઝડપી વિકાસ અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ હોય. આ માન્યતા ભારતના અગ્રણી બિઝનેસ, પર્યટન અને આંતરરાષ્ટ્રીય હોસ્પિટાલિટી ડેસ્ટિનેશન્સમાં સુરતને વધુ મજબૂત સ્થાન અપાવવાના અમારા સંકલ્પને વધુ બળ આપે છે."
આ સિદ્ધિ છેલ્લા અનેક દાયકાઓ દરમિયાન સુરતે કરેલા નોંધપાત્ર વિકાસ અને પરિવર્તનની પણ સાક્ષી છે. વિશ્વભરમાં 'ડાયમંડ સિટી' તરીકે જાણીતા તથા ભારતના અગ્રણી ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસેલા સુરતે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ અર્બન પ્લાનિંગ અને મજબૂત ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમના આધારે સતત પોતાની આગવી ઓળખ મજબૂત બનાવી છે. જોકે સુરત આર્થિક રીતે દેશના સૌથી મહત્વપૂર્ણ શહેરોમાંનું એક છે, તેમ છતાં લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય બિઝનેસ ટ્રાવેલર્સ, મલ્ટીનેશનલ કંપનીઓ, રોકાણકારો, કન્વેન્શન ડેલિગેટ્સ તથા લક્ઝરી લેઝર પ્રવાસીઓની જરૂરિયાતોને અનુરૂપ વિશ્વસ્તરીય હોસ્પિટાલિટી ડેસ્ટિનેશનની ખોટ અનુભવાતી હતી. ધ વર્લ્ડ સુરતનું વિઝન આ લાંબા સમયથી રહેલી જરૂરિયાતને પૂર્ણ કરવાની સાથે શહેરના હોસ્પિટાલિટી ક્ષેત્રને નવા ધોરણો સુધી પહોંચાડવાનું રહ્યું છે.
ધ વર્લ્ડ સુરતને ભારતના સૌથી ઝડપથી વિકસી રહેલા આર્થિક વિસ્તારોમાંના એક એવા સુરતમાં દેશના આગામી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસને ધ્યાનમાં રાખીને દીર્ઘદૃષ્ટિ સાથે વિકસાવવામાં આવી છે. મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર શરૂ થયા બાદ સુરત દેશના સૌથી મોટા વ્યાપારી શહેરોની વધુ નજીક આવી જશે. આવનારા વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ સુધીની મુસાફરીનો સમય આશરે એક કલાક જેટલો થઈ જવાની અપેક્ષા છે, જેના કારણે સુરતની કનેક્ટિવિટી વધુ ઝડપી અને સરળ બનશે. હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણથી ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે તેમજ જયપુર, દિલ્હી, પુણે, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા મહત્ત્વના શહેરો સાથેની કનેક્ટિવિટી પણ વધુ સશક્ત બનશે. આ વિકાસ સાથે ધ વર્લ્ડ સુરત ઝડપથી વિકસી રહેલા આર્થિક કોરિડોરના કેન્દ્રસ્થાને રહેશે, જે આગામી દાયકાઓ સુધી ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
વિશ્વભરમાં મુખ્ય પરિવહન કોરિડોરની આસપાસ વિકસેલા હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ શહેરી વિકાસ અને આર્થિક પરિવર્તનના પ્રતીક તરીકે ઉભરી આવ્યા છે. ન્યૂયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ, લંડનના સેન્ટ પેનક્રાસ ઇન્ટરનેશનલ અને વોટરલૂ, પેરિસના ગાર દ લિયોન, ટોક્યો સ્ટેશન તેમજ સિયોલ સ્ટેશન જેવા વૈશ્વિક પરિવહન કેન્દ્રોની આસપાસ આવેલી પ્રીમિયમ હોટેલ્સ ઉત્તમ કનેક્ટિવિટી અને સતત વ્યાપારી પ્રવૃત્તિઓના કારણે આગવી ઓળખ ધરાવતા ડેસ્ટિનેશન્સ તરીકે વિકસી છે. સુરત પણ હવે આવા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. આ જ દીર્ઘદૃષ્ટિને ધ્યાનમાં રાખીને ધ વર્લ્ડ સુરતનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં તે ભારતના અગ્રણી હોસ્પિટાલિટી લેન્ડમાર્ક્સમાં સ્થાન મેળવશે.

એક સંકલિત હોસ્પિટાલિટી ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવેલા ધ વર્લ્ડ સુરતમાં લક્ઝરી સ્યુટ્ અને રૂમ્સ, પ્રીમિયમ ડાઇનિંગ, ભવ્ય કન્વેન્શન અને બેન્ક્વેટ સુવિધાઓ, બિઝનેસ સ્પેસિસ, આધુનિક લાઇફસ્ટાઇલ સુવિધાઓ તેમજ અત્યાધુનિક ડેટા સ્ટોરેજ સેન્ટર સાથે ITeS સુવિધાઓ એક જ પરિસરમાં ઉપલબ્ધ છે. આ પ્રોપર્ટીનું સંચાલન ભારતની અગ્રણી હોસ્પિટાલિટી કંપનીઓમાંની એક રોયલ ઓર્કિડ હોટેલ્સ લિમિટેડ (ROHL) દ્વારા કરવામાં આવે છે, જે હિંદવાના વિકાસના વિઝનને અનુભવી હોટેલ મેનેજમેન્ટ સાથે જોડે છે.
ધ વર્લ્ડ સુરત આજે આગવા સાંસ્કૃતિક અનુભવોના ડેસ્ટિનેશન તરીકે પણ ઉભરી આવ્યું છે. અહીં હિંદવા ગ્રૂપ દ્વારા પ્રસ્તુત ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને વૈભવી નવરાત્રી મહોત્સવોમાંના એક 'નવ અવસર'નું આયોજન થાય છે. વર્ષો દરમિયાન નવ અવસર દેશભરમાંથી સહભાગીઓ અને મુલાકાતીઓને આકર્ષતો એક પ્રતિષ્ઠિત ઉત્સવ બની ગયો છે. નવ અવસર નવરાત્રી 2026નું વિશિષ્ટ ક્યુરેશન જાણીતા ગાયક, સંગીતકાર, ક્રિએટિવ પ્રોડ્યુસર અને ગુજરાતની અગ્રણી સાંસ્કૃતિક હસ્તીઓમાંના એક પાર્થિવ ગોહિલ અને ટીમ દ્વારા કરવામાં આવશે. લોકપ્રિય મ્યુઝિકલ પ્રોડક્શન 'રાજાધિરાજ – લવ. લાઇફ. લીલા.'ના ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે તેમજ અનેક સફળ ગુજરાતી ફિલ્મો અને ભવ્ય સાંસ્કૃતિક પ્રોડક્શન્સ પાછળની મુખ્ય સર્જનાત્મક શક્તિ તરીકે તેઓ પરંપરા અને આધુનિક મનોરંજનનું અનોખું સંયોજન રજૂ કરતી પોતાની સર્જનાત્મક દૃષ્ટિ માટે જાણીતા છે. તેમની આગવી શૈલી અને કલાત્મક અભિગમ નવ અવસર નવરાત્રી 2026ને સંસ્કૃતિ, સંગીત અને કલાત્મક શ્રેષ્ઠતાની અવિસ્મરણીય ઉજવણીનું રૂપ આપશે.
પ્રતિષ્ઠિત હિંદવા ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવેલ ધ વર્લ્ડ સુરત ગુજરાતના દીર્ઘકાલીન વિકાસમાં યોગદાન આપતા સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ નિર્માણના ગ્રુપના વિઝનને સાકાર કરે છે. હોસ્પિટાલિટી ક્ષેત્ર ઉપરાંત હિંદવા ગ્રુપ વિવિધ વ્યૂહાત્મક પહેલો દ્વારા અન્ય અનેક બિઝનેસ ક્ષેત્રોમાં પણ સતત વિસ્તરણ કરી રહ્યું છે. તેમાં ગુજરાતના GIFT સિટીમાં હેડક્વાર્ટર ધરાવતી હિંદવાની એસેટ મેનેજમેન્ટ કંપની હાર્ટસૈ ફિનટેક ઇનોવેશન લિમિટેડનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં કંપનીએ મુંબઈ સ્થિત રેકી ડિજિટલ વેન્ચર્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે, જે ફાસ્ટરેકી (FastRecce) બ્રાન્ડ હેઠળ ભારતનું એન્ડ-ટુ-એન્ડ લોકેશન સ્કાઉટિંગ, પ્રોડક્શન મેનેજમેન્ટ અને પ્રોડક્શન બુકિંગ પ્લેટફોર્મ તરીકે કાર્યરત છે. ફાસ્ટરેકી મુંબઈની અનેક અગ્રણી ફિલ્મ પ્રોડક્શન હાઉસ સાથે કાર્ય કરે છે અને ફિલ્મો, OTT પ્રોડક્શન્સ, ટેલિવિઝન કમર્શિયલ્સ, મ્યુઝિક વિડિયોઝ, વર્ટિકલ ડ્રામાઝ અને VFX પ્રોડક્શન્સ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સને સપોર્ટ કરે છે. આ પ્લેટફોર્મની વિશિષ્ટ સુવિધાઓમાંની એક 'રીઇમેજિન (Reimagine)' છે, જે AI આધારિત વિઝ્યુઅલાઇઝેશન ટૂલ છે. આ સુવિધા પ્રોડક્શન સ્ટુડિયો અને ફિલ્મમેકર્સને આયોજનના તબક્કા દરમિયાન જ લોકેશન્સ, સેટ્સ અને પ્રોડક્શન એન્વાયરમેન્ટ કેવી રીતે દેખાશે તેનું ડિજિટલ વિઝ્યુઅલાઇઝેશન કરવાની સગવડ આપે છે, જેથી તેઓ વધુ ઝડપથી અને વધુ માહિતીસભર સર્જનાત્મક નિર્ણયો લઈ શકે છે. આ પ્લેટફોર્મ સમગ્ર ભારતમાં 3,000થી વધુ ફિલ્મિંગ લોકેશન્સનું સંચાલન કરે છે તેમજ પ્રોડક્શન માટે તૈયાર સ્ટુડિયો સેટઅપ્સની માલિકી ધરાવે છે. આદિત્ય ધરની તાજેતરની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'માં બતાવવામાં આવેલ ચર્ચિત પ્લેન-સીન તેનું એક નોંધપાત્ર ઉદાહરણ છે અને ઉપરાંત, કસ્ટમ-બિલ્ટ સેટ્સ નિર્માણ પણ કરે છે. આ પ્લેટફોર્મે પોતાની B2B પ્રોડક્શન સેવાઓ દ્વારા તાજેતરની મલ્ટી-સ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' સહિત અનેક ફિલ્મ પ્રોડક્શન્સને સપોર્ટ પૂરો પાડ્યો છે. આ ભાગીદારી રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી ઉપરાંત નવા બિઝનેસ ઇકોસિસ્ટમ્સમાં હિંદવા ગ્રુપના સતત વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે.
ધ વર્લ્ડ સુરતને પ્રાપ્ત થયેલું 5-સ્ટાર ક્લાસિફિકેશન માત્ર એક હોટેલની સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર સુરત શહેરની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠા અને વિકાસયાત્રાનું પ્રતિબિંબ છે. વૈશ્વિક રોકાણ, વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની નવી તકોને સતત આકર્ષી રહેલું સુરત આજે નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે. અભૂતપૂર્વ કનેક્ટિવિટી અને ઝડપી આર્થિક વિકાસના નવા યુગમાં પ્રવેશી રહેલા સુરત સાથે ધ વર્લ્ડ સુરત હોટેલ પણ આ પ્રગતિનું પ્રતીક બનીને ઉભરી આવી છે. આંતરરાષ્ટ્રીય ધોરણોની હોસ્પિટાલિટી સાથે તે ભારતના સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોની મહત્ત્વાકાંક્ષા, દૃઢતા અને ઉજ્જવળ ભવિષ્યનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરે છે.
For more information, please visit: https://www.hindva.com | https://www.the-world.in















