શોધખોળ કરો

વિશ્વ ગુજરાતી સમાજનું ‘હરિત ઘર - સ્વસ્થ સમાજ’ અભિયાન શરૂ

76,000 કિચન ગાર્ડનના રોપાના વિતરણ સાથે પર્યાવરણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ

અમદાવાદ (ગુજરાત) [ભારત], 17 સપ્ટેમ્બર: વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ‘હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી ભાવેશ લાખાણીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ પહેલ અંતર્ગત 76,000 કિચન ગાર્ડનના રોપાના વિતરણનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોને પોતાના ઘરમાં શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવાનો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ સાથે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. ઘરઆંગણે કિચન ગાર્ડન વિકસાવવાથી નાગરિકો પર્યાવરણ સાથે વધુ નજીકથી જોડાઈ શકે અને રોજિંદા જીવનમાં હરિયાળી તથા સ્વસ્થ આહારની સંસ્કૃતિ વિકસાવી શકે તે દિશામાં અભિયાન કાર્ય કરશે.

આ પ્રસંગે કિચન ગાર્ડનના 76,000 રોપાના વિતરણના અનોખા અભિયાન માટે ગોલ્ડન બુક ઑફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી ભાવેશ લાખાણીને આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત 35 જેટલા સ્ટાર્ટઅપનાં ઉત્પાદનો અને સેવાઓના પ્રદર્શન તથા વેચાણ માટે તૈયાર કરાયેલા સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ પ્લેટફોર્મ દ્વારા પર્યાવરણલક્ષી ઉકેલો અને નવીન પહેલો પર કામ કરતા યુવા ઉદ્યોગસાહસિકોને પોતાની કામગીરી રજૂ કરવાની તક મળી.

વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી ભાવેશ લાખાણીએ સ્વાગત પ્રવચન કરતાં ‘હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાન પાછળના વિચાર અને તેની વ્યાપક સામાજિક ઉપયોગિતાને રજૂ કરી હતી.

સંસ્થાના મહામંત્રી શ્રી સુધીર એસ. રાવલે અભિયાન અંગે વિગતવાર માહિતી આપી હતી અને કિચન ગાર્ડન દ્વારા પર્યાવરણ જાગૃતિ તથા સ્વસ્થ જીવનશૈલીને ઘર-ઘર સુધી પહોંચાડવાના હેતુને રેખાંકિત કર્યો હતો.

કાર્યક્રમમાં વિશ્વ ગુજરાતી સમાજના હોદ્દેદારો, સંસ્થા સાથે જોડાયેલા સભ્યો, પર્યાવરણ સંરક્ષક સ્ટાર્ટઅપ ચલાવતા યુવાનો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

‘હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાન દ્વારા વિશ્વ ગુજરાતી સમાજ ઘરઆંગણે હરિયાળી, સ્વસ્થ આહાર અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને એકસાથે જોડીને તેને વ્યાપક સામાજિક અભિયાનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
Embed widget