VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
કંપનીએ આ અવસર પર હીરો અચીવર 150ની લિમિટેડ એડિશન પણ લોન્ચ કરી છે. કંપનીએ 7 કરોડ ગ્રાહક બનાવવાની ખુશીમાં આ લિમિટેડ એડિશન બાઈક લોન્ચ કરી છે. આ ખાસ એડિશનમાં તિરંગાનું બોડી ગ્રાફિક્સ લગાવવામાં આવ્યું છે.
હીરો અચીવર 150ના એન્જિનને પણ આ વખતે અપડેટ કરવામાં આવ્યું છે. બાઈકમાં BS4 માપદંડવાળું 150 સીસી એન્જિન લાગેલ છે જે 13.4 બીએચપીનો પાવર અને 12.8Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ કરવામાં આવ્યું છે. આ બાઈકની સીધી સ્પર્ધા બજાજ વી15 અને હોન્ડા સીબી યૂનિકોર્ન 150 સાથે છે.
નવી હીરો અચીવર 150માં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. બાઈકમાં ઘણાં નવા ફીચર્સ લગાવવામાં આવ્યા છે અને ઉપરાંત તેની સ્ટાઈલિંગમાં પણ કંઈક નવું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યોછે. ઉપરાંત બાઈકમાં આ વખતે i3S ટેક્નોલોજી (Idle Start-Stop System) મેન્ટેનન્સ ફ્રી બેટરી, સાઈડ સ્ટેન્ડ ઇન્ડિકેટર અને ટ્યૂબલેસ ટાયર લગાવવામાં આવ્યા છે.
હીરોએ સોમવારે એક નવી અચીવર 150 ભારતમાં લોન્ચ કરી છે. હીરો અચીવર 150ના ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 61800 રૂપિયા (એક્સ શોરૂમ) અને ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 62800 રૂપિયા (એક્સ શોરૂમ) રાખવામાં આવી છે. કંપની એપ્રિલ 2017માં 15 નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની છે જે અંતર્ગત હીરો અચીવર 150 પ્રથમ પ્રોડક્ટ છે.
Gold Price: સોનું ₹1.5 લાખ અને ચાંદી ₹3 લાખને પાર; શું આ ખરીદીનો સાચો સમય છે? જાણો ભવિષ્ય
લગ્નસરા ટાણે જ ઝટકો: 22 કેરેટ સોનું ₹5,510 મોંઘું થયું! બજેટ ખોરવાયું, જુઓ આજના લેટેસ્ટ ભાવ
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
RBI Guidelines: લોકરની ચાવી ખોવાય તો શું કરવું? FIR કરવી જરૂરી છે? વાંચો તમારા અધિકારો
પુરુષોની સરખામણીમાં મહિલાઓના નામે ઘર ખરીદવા પર મળે છે આ ડિસ્કાઉન્ટ, જાણો ફાયદાઓ
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત