Gujarat Crime News: જિલ્લાના વીરપુર ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની પૂર્વ પત્નીની છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. કાનજીભાઈ અને અલ્પાબેન વચ્ચે છૂટાછેડા થયા બાદ અલ્પાબેન અન્ય વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા કાનજીભાઈએ આજે અલ્પાબેનની હત્યા કરી પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા હતા.


પોરબંદરના માલ ગામમાં જૂની અદાવતમાં બે ભાઈઓ પર હુમલો થયો હતો, જેમાં 29 વર્ષીય દીપક ઓડેદરાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો ભાઈ ઈજાગ્રસ્ત થયો હતો.


ભાવનગર જિલ્લામાં રાણી ગામ પાસે એક 22 વર્ષીય યુવકનો મૃતદેહ તેની બાઈક સાથે મળી આવ્યો હતો. પોલીસના અનુમાન મુજબ કોઈએ યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની શક્યતા છે. પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.


દાહોદ જિલ્લામાં જૂના ઝઘડામાં સમાધાન ન કરવાના કારણે સુનિલ બારીયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. બાઈક પર જતા સુનિલને રોકીને આરોપીઓએ ઢોર માર માર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું.


જામનગર જિલ્લામાં ફટાકડા ફોડવાના ઝઘડામાં ફાયરિંગ: ચાર ઘાયલ


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવાના નજીવા મુદ્દે થયેલો ઝઘડો ફાયરિંગ સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં ફાયરિંગ ઉપરાંત છરી અને પથ્થરમારો પણ થયો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.


કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તૈયબભાઈ હાલેપૌત્રાના બે પુત્ર યુનુસ અને આસિફ, આમીન યુનુસભાઈ હાલેપૌત્રા તથા મામદ નાથાભાઈ સમા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ પૈકી યુનુસ હાલેપૌત્રાએ બે નાળચાવાળી બંદૂકથી અને મામદ સમાએ અન્ય હથિયારથી ફાયરિંગ કર્યું હતું.


આ હુમલામાં ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.


આ ઘટના જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિનો વધુ એક પુરાવો માનવામાં આવી રહી છે.


આ પણ વાંચોઃ


વક્ફ બિલનો વિરોધ, RSS પર પ્રતિબંધ, મુસ્લિમોને અનામત... MVAને સમર્થન આપવા માટે ઉલેમા બોર્ડે મૂકી આ 17 શરતો


કેનેડાએ અચાનક વિદ્યાર્થીઓ માટેની આ વિઝા યોજના કરી બંધ, ભારતીય વિદ્યાર્થીઓને થશે મોટી અસર