દિલ્લીના ગોકુલપુરી વિસ્તારમાં ગતરાત્રે ઝુંપડીપટ્ટીમાં લાગેલી આગની ઘટનામાં 7 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાને પગલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અરવિંદ કેજરીવાલે ઝુંપડપટ્ટી વિસ્તારમાં મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે, "આગની ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે જેનું મને દુઃખ છે. ગરીબ લોકો ઘણી મહેનત બાદ પોતાનું ઘર બનાવે છે. આગમાં જીવ ગુમાવનાર વયસ્ક લોકોના પરીવારને 10 લાખની સહાય, જે પરીવારના બાળકોએ જીવ ગુમાવ્યા છે તેમને 5 લાખ અને જેમના પરીવારના લોકો દાઝ્યા છે તેમને 25 હજાર રુપિયાની સહાય સરકાર કરશે."
દિલ્લીમાં ગઈ કાલે રાતે ગોકુલપુરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જાણકારી પ્રમાણે, ફાયર વિભાગને અડધી રાતે કોલ મળ્યો હતો. જે પછી 13 ફાયર ફાયટર દોડી ગયા હતા તેમજ 7 ઝૂંપડીઓ ચપેટમાં આવ્યાની જાણકારી મળી હતી. અત્યારે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ આગ ગોકલપુરી પિલર નંબર 12 આસપાસ થઈ હતી.