Veer Savarkar Birthday Special: વીર સાવરકર (Veer Savarkar) એટલે વિનાયક દામોદર સાવરકર માત્ર હિન્દુત્વના હિમાયતી જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રણેતા પણ હતા. એક એવુ વ્યક્તિત્વ જેની પ્રસંશક અને નિંદક સમાન રીતે હતા. તેમના સમર્થક તેમને હિન્દુ રાષ્ટ્રવાદના શલાકા પુરુષ માણતા હતા, તો વિરોધી તેમને વૈચારિક આધાર પર સૌથી મોટી વિભાજનકર્તા માનતા હતા.
સાવરકરના હિન્દુત્વની અવધારણાએ હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારાને પ્રબળ કરી. તેમને હિન્દુ જીવન પદ્ધતિને અન્ય પદ્ધતિઓની સરખામણીમાં શ્રેષ્ઠ રીતે પ્રસ્તુત કરીને હિન્દુત્વને રાષ્ટ્રવાદની ભાવના સાથે જોડી. સાવરકરે ભારતમાં હિન્દુ રાષ્ટ્રવાદની અવધારણાને પુષ્તા કરીને દક્ષિણપંથી રાજનીતિને એક નવી દીશા આપી. તેમના દ્વારા બનાવવામા આવેલુ હિન્દુત્વ આજની દક્ષિણપંથી રાજનીતિનુ કેન્દ્ર બિન્દુ છે. વડાપ્રધાન મોદીએ પણ આજે વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપીને તેમની જન્મજયંતી તેમને પર કોટિ કોટિ નમન કર્યુ હતુ.
વીર સાવરકર એટલેકે વિનાયક દામોદર સાવરકર ખરેખરમાં આઝાદીની લડાઈના એક મહાન સ્વતંત્રતાસેનાની અને રાષ્ટ્રવાદી પુરુષ હતા, એટલુ જ નહી સાવરકર એક મહાન સ્વતંત્રતાસેનાની, સમાજસુધારક, પ્રખર વક્તા અને લેખક હતા.
વીર સાવરકરનો જીવન પરિચય -
સાવરકરનો જન્મ 28 મે, 1883માં નાસિક ભગુર ગામમાં થયો હતો. 1937માં તેઓ હિન્દુ મહાસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સાવરકર એક સ્વતંત્રતાસેનાની, રાજકારણી, વકીલ, લેખક અને હિન્દુત્વની ફિલસૂફીના મોટા સમર્થક હતા. સ્વતંત્રતા આંદોલન દરમ્યાન અંગ્રેજોએ સાવરકરને કાળાપાણીની સજા આપી હતી. સાવરકરનું નિધન 1966માં 26 ફેબ્રુઆરીએ થયું હતું.
આ પણ વાંચો..........
IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ
ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે