UP Crime News: ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લા જેલમાં હજારો કેદીઓ સજા કાપી રહ્યા છે. જેમાંથી એક કેદીએ તેનો પ્રાઇવેટ પાર્ટ કાપવાની કોશિશ કરી હતી. આ કેદી દુષ્કર્મના કેસમાં સજા કાપતો હતો. કેદીએ પ્રાઇવેટ પાર્ટ કાપતાં જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તેનો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ કેદી સુધી બ્લેડ કેવી રીતે પહોંચી તેને લઈ પ્રશ્નો થઈ રહ્યા છે.
જેલ સૂપ્રિન્ટેન્ડન્ટ રામધની સિંહે જણાવ્યું કે, 30 વર્ષીય અનિલ કુમારે તેનો પ્રાઇવેટ પાર્ટ બ્લેડથી કાપવાની કોશિશ કરી. જાલૌનનો રહેવાસી અનિલ કુમાર 2017માં ઈટાવા જેલમાં આવ્યો હતો. તેને એક કેસમાં 10 વર્ષની સજા થઈ હતી. છેલ્લા થોડા દિવસોથી તે માનસિર રીતે ડિસ્ટર્બ હતા. તે અન્ય કેદીઓ સાથે ઝઘડી પણ ચૂક્યો હતો.
ઈટાવા જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું, એક કેદી ગુપ્તાંગ કાપીને આવ્યો હતો. ખૂબ લોહી વહેતું હતું. તેને પ્રાથમિક સારવાર આપીને સૈફઈની પીજીઆઈમાં મોકલી દેવામાં આવ્યો છે.
RTI માં થયો મોટો ખુલાસો, PM મોદી સરકારી નહીં પોતાના જ પૈસે કરે છે ભોજન
સંસદમાં નેતાઓને સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતી તમામ સુવિધાઓ સરકારી બજેટમાંથી ખર્ચવામાં આવતી નથી. સરકારી બજેટમાંથી વડાપ્રધાનના ભોજન પર એક રૂપિયો પણ ખર્ચવામાં આવતો નથી. ભોજનનો ખર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉઠાવે છે. આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના કેન્દ્રીય અન્ડર સેક્રેટરી બિનોદ બિહારી સિંહે RTIનો જવાબ આપ્યો છે કે PMના ભોજનમાં સરકારી બજેટમાંથી એક પણ રૂપિયો ખર્ચવામાં આવતો નથી.
વર્ષ 2014માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, 2 માર્ચ, 2015 ના રોજ બજેટ સત્ર દરમિયાન, તેમણે સંસદ ભવનના પહેલા માળે આવેલી કેન્ટીનમાં પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. આવું પહેલીવાર બન્યું જ્યારે કોઈ વડાપ્રધાન સંસદની કેન્ટીનમાં પહોંચ્યા અને લંચ લીધું. પીએમએ પોતે આ સમયગાળા દરમિયાન શાકાહારી ભોજનની પ્લેટ માટે 29 રૂપિયા ચૂકવ્યા હતા. જો કે હવે સંસદ ભવન કેન્ટીનમાં શાકાહારી થાળીની કિંમત 100 રૂપિયા છે.
આ પણ વાંચોઃ
Surat : AAP નેતા મનોજ સોરઠીયા પર સુરતમાં હુમલા મામલે 8 સામે ફરિયાદ, ઇટાલિયાએ લોકોને શું કરી હાંકલ