ISRO Recruitment 2022: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો), સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રી હરિકોટા (એસડીએસસી શાર)એ પ્રાથમિક શિક્ષક (પીઆરટી), પૉસ્ટ ગ્રેજ્યૂએટ શિક્ષક (પીજીટી), ટ્રેન્ડ ગ્રેજ્યૂએટ શિક્ષક (ટીજીટી) સહિત અલગ અલગ પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર અધિકારીક વેબસાઇટ એટલે કે sdsc.shar.gov.in પર જઇને આના માટે અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 28 ઓગસ્ટ, 2022 છે. અરજીકર્તાને તે માટે પસંદગી પ્રક્રિયા અંતર્ગત કૉમ્પ્યુટર આધારિત ટેસ્ટ (સીબીટી)માં ઉપસ્થિત થવુ પડશે. પરીક્ષા આખા દેશમાં આયોજિત કરવામાં આવશે. લેકિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ માટે પાત્ર ઠરેલ ઉમેદવારોને સૂચના ઉમેદવારના રજિસ્ટર ઇમેલ પર મોકલવામાં આવશે.
વેકેન્સી ડિટેલ્સ -
નૉટિફિકેશન અનુસાર, આ પ્રક્રિયાના માધ્યમથી પૉસ્ટ ગ્રેજ્યૂએટ ટીચરના 5 પદ, ટ્રેન્ડ ગ્રેજ્યૂએટ ટીચરના 9 પદ, અને પ્રાઇમરી ટીચરના 5 પદો પર ભરતી કરવામાં આવશે.
અરજી ફી -
આ માટે ઉમેદવારને 750 રૂપિયા, અરજી ફી જમા કરાવવી પડશે. આ પદે પર અરજી કરતા પહેલા ઉમેદવારો અધિકારિક વેબસાઇટ પર જઇને પહેલા ઓનલાઇન નૉટિફિકેશન ચેક કરી શકે છે.
પગાર ધોરણ -
પીજીટી પદો પર પસંદગી થનારા ઉમેદવારોને 47,600 રૂપિયાથી 1,51,100 રૂપિયા મહિના સુધીનુ વેતન આપવામાં આવશે. જ્યારે ટીજીટી પદો માટે 44,900 રૂપિયાથી 142400 રૂપિયા અને પ્રાઇમરી ટીચર માટે 35400 રૂપિયાથી 112400 રૂપિયા મહિના સુધીનો પગાર મળશે.
ઉંમર મર્યાદા -
ઇસરોમાં પીજીટી પદો પર ભરતી માટે અભ્યર્થીની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઇએ. ટીજીટી પદો માટે મેક્સીમમ ઉંમર 35 વર્ષ પ્રાઇમરી ટીચરના પદો માટે 30 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. વળી, સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના અભ્યર્થીઓને મેક્સીમમ ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
કઇ રીતે કરશો અરજી -
ઇસરોમાં શિક્ષકના આ પદો પર ભરતી માટે પસંદગી લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. અભ્યર્થી ISRO SDSC Recruitment 2022 માટે અધિકારિક વેબસાઇટ sdsc.shar.gov.in પર 28 ઓગસ્ટ, 2022 સુધી કે તેનાથી પહેલા ઓનલાઇન અરજી કરી શકો છો.
આ પણ વાંચો......
AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી
Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......
Education Loan Information:
Calculate Education Loan EMI