Janmashtami 2022: દેશભરમાં 18 ઓગસ્ટ અને 19 ઓગસ્ટે જન્માષ્ટમી (Janmashtami 2022) નો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીનો તહેવાર કનૈયાના જન્મદિવસના શુભ અવસર પર ધામધૂમથી મનાવવામાં આવે છે. આજના દિવસે લોકો મોડી રાત્રે 12 વાગે કનૈયાના જન્મની ઉજવણી કરે છે, અને ઉપવાસ ખોલો છે, એકબીજાને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવે છે. જોકે આજકાલ વૉટ્સએપનો જમાનો છે, તેથી લોકો જન્માષ્ટમીની શુભેચ્છા પણ વૉટ્સએપથી જ આપી રહ્યાં છે. જો તમે પણ WhatsAppથી મિત્રો, સંબંધીઓ અને પરિવાજનોને આ જન્માષ્ટમીના ખાસ તહેવારની શુભેચ્છા આપવા માંગતા હોય તો તમે કેટલાક ખાસ સ્ટીકર્સ મોકલી શકો છો. જાણો આ સ્ટીકર્સ ને કઇ રીતે ડાઉનલૉડ કરીને મોકલી શકાય છે.
જાણો અહીં Janmashtami 2022 સ્ટીકરો ડાઉનલૉડ કરવા અને WhatsApp પર મોકલવાની આસાન રીત........
WhatsApp પર આ રીતે મોકલો Janmashtami 2022 Stickers -
સૌથી પહેલા તમારે પોતાના Android સ્માર્ટફોનમાં Whatsapp ને ઓપન કરવાનુ છે.
હવે જિ પણ ચેટ ગૃપમાં તમારે જન્માષ્ટમીના સ્ટીકરો મોકલવા છે, તે ચેટને ઓપન કરો.
હવે ચેટમાં ટાઇપિંગ પર દેખાઇ રહેલી Emoji પર ટેપ કરો.
અહીં તમારે Emoji, Gif અને Stickersનો ઓપ્શન દેખાશે. તમે Stickers પર ક્લિક કરીને + આઇકૉન પર ટેપ કરી દો.
આ પછી બૉટમમાં દેખાઇ રહેલી Discover Stickers Apps પર ટેપ કરો.
નેક્સ્ટ વિન્ડોમાં ઉપર દેખાઇ રહેલા સર્ચ બારમાં જઇને Janmashtami 2022 Stickers લખીને ટાઇપ કરો.
હવે તમારે કેટલીય એપ્સના ઓપ્શન દેખાશે, અહીંથી તમે તમારી પસંદગીનુ સ્ટીકર એપને ડાઉનલૉડ કરી શકો છો.
એપ ડાઉનલૉડ થયા બાદ તમે જ્યારે તમે આને ઓપન કરશો તો તમારે કેટલાય સ્ટીકર પેક દેખાશે.
અહીં જે પણ પેક તમને પસંદ આવે છે, તેના બાજુમાં દેખાઇ રહેલા + આઇકૉન પર ટેપ કરો અને ADD પર ક્લિક કરી દો.
હવે જ્યારે પણ તમે વૉટ્સએપ ઓપન કરશો, અને સ્ટીકર પર જશો, તો તમારે ઉપર ડાઉનલૉડેડ સ્ટીકર પેક દેખાશે. આ પેકમાંથી તમે કોઇપણ સ્ટીકર પોતાના દોસ્તો તથા પરિવારજનોને આસાનીથી મોકલી શકો છો.
આ પણ વાંચો......
AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી
Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......