Google Play Store: ગૂગલે પોતાના ગૂગલ પ્લે સ્ટૉરના (Google Play Store)ને 10 પુરા કરી લીધા છે. ગૂગલે આ ઇકોસિસ્ટમને પહેલીવાર 2012 માં લૉન્ચ કર્યુ હતુ. આ પછી આને એટલી બધી પોતાની ઓળખ બનાવી લીધી કે હવે ગૂગલ પ્લે સ્ટૉરને એપ, ગેમ અને ડિજીટલ કન્ટેન્ટનો ઉપયોગ 190 દેશોના 2.5 બિલિયન લોકો દર મહિને કરી રહ્યાં છે. આ પ્રસંગે ગૂગલે કહ્યું કે, - કંપની સ્થાનિક અવસરો અને પડકારો માટે ભારતમાં સતત ઇન્વેસ્ટમેન્ટ કરવાનુ ચાલુ રાખશે, જેથી અમે ગૂગલ પ્લે સ્ટૉર પર સારી એવી જરૂરી એપ સતત બનાવતા રહીએ.
ભારતમાં ગૂગલ પ્લે સ્ટૉરના 10 વર્ષનો સફર -
2021: વર્ષ 2012માં ગૂગલે ગૂગલ પ્લે સ્ટૉરને ગ્લૉબલી લૉન્ચ કર્યુ હતુ.
2017: આ પછી વર્ષ 2017 માં ગૂગલે યૂઝર્સની સુરક્ષા માટે ગૂગલ પ્લે પ્રૉટેક્ટને રિલીઝ કર્યુ હતુ.
2018: વર્ષ 2018 માં ઇ-લર્નિંગ પ્લેટફોર્મને વધારવા માટે ગૂગલે Google Play Academyને રિલીઝ કર્યુ હતુ. આ જ વર્ષે ગૂગલે ગેમિંગ સ્ટાર્ટઅપને સપોર્ટ કરવા માટે indie Games Acceleratorને પણ લૉન્ચ કર્યુ હતુ.
2019: વર્ષ 2019માં ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે UPI ને ગૂગલ પ્લે સ્ટૉરમાં સામેલ કર્યુ હતુ.
2020: વર્ષ 2020માં ડેવલપરના બિઝનેસને વધારવા માટે Google Play Consoleને રિલીઝ કરવામાં આવ્યુ હતું.
2021: વર્ષ 2021-22માં ગૂગલે Appscale Academyને લૉન્ચ કર્યુ હતુ.
2022: વર્ષ 2022માં ગૂગલે ભારતમાં પ્લે પાસ અને ઓફરને લૉન્ચ કર્યુ છે. આ જ વર્ષે ગૂગલે યૂઝર્સની સુરક્ષા અને એપના ડેટા કન્ઝ્યૂમને જાણવા માટે Data Safety Section ને પણ લૉન્ચ કર્યુ છે.
પ્લે સ્ટૉરના ઉપયોગમાં ભારત સૌથી આગળ -
ગૂગલ ઇન્ડિયા પ્લે પાર્ટનરશીપના ડાયરેક્ટર આદિત્યે કહ્યું હતુ કે, અમારી સાથે લગભગ 20 લાખ લોકોએ બિઝનેસ સેટઅપ કર્યો છે, અમે ઇચ્છીએ છીએ કે દરેક ડેવલપરના આઇડિયાને દુનિયાભરના દરેક લોકો સુધી પહોંચાડવામાં આવે. ગૂગલ પ્લે સ્ટૉરમાંથી એપ ડાઉનલૉડ અને ઉપયોગ કરવાના મામલામા ભારત દુનિયાભરમાં સૌથી આગળ છે.
આ પણ વાંચો......
AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી
Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......