નવી દિલ્હીઃ સરકારી ભરતીમાં તૈયારી કરીને મોટુ પદ મેળવવા માંગતા ઉમેદવારોને વધુ એક મોટો ફટકો પડ્યો છે, જે ઉમેદવારોએ ડીઆરડીઓ CEPTAM MTS ભરતી 2019 માટે અરજી ફોર્મ ભર્યા હતા, તે ઉમેદવારો માટે એક ખરાબ સમાચાર છે. રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ - DRDO CEPTAM MTS ભરતી 2019 ને રદ્દ કરી દેવામા આવી છે. પરંતુ ડીઆરડીઓ દ્વારા હજુ સુધી ભરતી પ્રક્રિયાને રદ્દ કરવાના કારણનો ખુલાસો નથી કર્યો. ઉમેદવાર રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠનની અધિકારીક સાઇટ drdo.gov.in પર સત્તાવાર નૉટિસ જોઇ શકે છે. 


નૉટિસમાં કહેવામાં આવ્યુ હતુ કે રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન પ્રવેશ પરીક્ષા 2019-20 / એમટીએસ (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ) જાહેરાત અંતર્ગત ભરતીની આગળની પ્રક્રિયા રોજગાર સમાચાર તારીખ 21-27 ડિસેમ્બર 2019 એ રદ્દ કરી દેવામાં આવી છે. આ પહેલા ટીયર I પરીક્ષાને એપ્રિલ 2021 માં COVID-19 મહામારીના કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી, ત્યારે એવુ કહેવામાં આવ્યુ હતુ કે નવી પરીક્ષા તારીખ વિશે સમય સમય પર સૂચિત કરવામાં આવશે, જે હાલની પરિસ્થિતિઓ અને સમય સમય પર જાહેર કરવામાં આવેલી સરકારી દિશા નિર્દેશોને આધીન COVID-19 મહામારીથી નિપટવાના સંબંધમાં છે. જોકે નવી પરીક્ષા તારીખ જાહેર ન હતી કરવામાં આવી. 


ક્યારે માંગવામાં આવી હતી અરજીઓ - 
આ ભરતી માટે અરજી પ્રક્રિયા 23 ડિસેમ્બર 2019એ શરૂ થઇ હતી, જોકે 23 જાન્યુઆરી 2020 એ સમાપ્ત થઇ હતી. 


આટલા પદો માટે હતી જગ્યા - 
આ ભરતી અભિયાન અંતર્ગત રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન - ડીઆરડીઓમાં 1817 મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદોને ભરવાના હતા 


આ રીતે થવાની હતી પસંદગી -
પસંદગી પ્રક્રિયામાં ટિયર I અને ટિયર II પરીક્ષા સામેલ હતી. વધુ સંબંધિત માહિતી માટે ઉમેદવાર રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠનની અધિકારીક સાઇટ જોઇ શકે છે. 


 


આ પણ વાંચો......... 


Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ


ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો


Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો


Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન


Education Loan Information:

Calculate Education Loan EMI