SSC JE Notification 2022 : કર્મચારી પસંદગી આયોગે (એસએસસી) જૂનિયર એન્જિનીયર (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્ડ કાઉન્ટી સર્વેઇંગ એન્ડ કૉન્ટ્રાક્ટ્સ) ભરતીનુ નૉટિફિકેશન જાહેર કરી દીધુ છે. ઇચ્છુક ઉમેદવાર ssc.nic.in પર જઇને 2 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. પેપર-1 (સીબીટી)નું આયોજન નવેમ્બર મહિનામાં થશે. 


શૈક્ષણિક યોગ્યતા - 
પદ સાથે સંબંધિત એન્જિનીયરિંગ વિષયમાં બીટેક ડિગ્રી કે ત્રણ વર્ષીય ડિપ્લોમાં + બે વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. વિસ્તૃત યોગ્યતા જાણકારી માટે નૉટિફિકેશન જુઓ. 


ઉંમર મર્યાદામાં છૂટછાટ - 
કેટલાક પદો માટે વધુમાં વધુ ઉંમર મર્યાદા 32 વર્ષ અને કેટલાક માટે 30 વર્ષ છે. મેક્સિમમ ઉંમર મર્યાદામાં એસસી, એસટી વર્ગને પાંચ વર્ષ અને ઓબીસી વર્ગને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. 


પગારધોરણ - 
ગૃપ બી નૉન ગેઝેટેડ પદ, લેવલ - 6 (35400- 112400/-)  
અરજી ફી - 
જનરલ તથા ઓબીસી - 100 રૂપિયા 
એસસી, એસટી, દિવ્યાંગ તથા તમામ વર્ગોની મહિલાઓને ફિમાં છૂટછાટ રહેશે. 


પસંદગી પ્રક્રિયા - 
ઉમેદવારની પસંદગી પેપર-1 (સીબીટી), અને પેપર-2માં પ્રદર્શનના આધાર પર કરવામાં આવશે. પેપર-1માં પાસ ઉમેદવારોને પેપર-2 માં બોલાવવામાં આવશે. સીબીટી ઓબ્જેક્ટિવ ટાઇપ પ્રશ્નો વાળુ હશે. આમા નેગેટિવ માર્કિગ હશે.


મહત્વની તારીખો - 
ઓનલાઇન અરજી જમા કરાવવાની તારીખો - 12.08.2022 થી 02.09.2022
ઓનલાઇન અરજી પ્રાપ્ત કરવાની અંતિમ તારીખ અને સમય - 02.09.2022 (રાત્રે 11 વાગે) 
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની અંતિમ તારીખ અને સમય 02.09.2022 (રાત્રે 11 વાગે) 
ઓનલાઇન ફી ચૂકવવાની અંતિમ તારીખ અને સમય 03.09.2022 (રાત્રે 11 વાગે) 
ચલણથી ફી ચૂકવવાની અંતિમ તારીખ - 03.09.2022
અરજીપત્ર સુધારા માટે ઓનલાઇન ચૂકવણી - 04.09.2022 (રાત્રે 11 વાગે) 
કૉમ્પ્યુટર આધારિત પરીક્ષા - નવેમ્બર, 2022
પેપર - II નો સમય પછીથી બતાવવામાં આવશે. 


આ પણ વાંચો........ 


Independence Day 2022: આઝાદીના 75 વર્ષ બાદ દુનિયાની ફાર્મસી બન્યુ ભારત, જાણો કેટલુ બદલાયુ હેલ્થ સેક્ટર?


Watch: ચેેતેશ્વર પૂજારાની તોફાની બેટિંગ, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા, ફટકારી આક્રમક સદી


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,815 નવા કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા


Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...


Har Ghar Tiranga: જાણો શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવશો સર્ટિફિકેટ


Har Ghar Tiranga: શું છે હર ઘર તિરંગા અભિયાન? જાણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના નિયમો


SURAT: સુરત સિવિલમાં ડોક્ટરો ઉંઘતા હતાને યુવાન ન કરવાનું કરી બેઠો


 


Education Loan Information:

Calculate Education Loan EMI