School Closed: ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. અનેક વિસ્તારો જળબંબાકાર છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે 14 અન 15 જુલાઈ  બે દિવસ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.  


આગામી બે દિવસ માટે અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેના પગલે વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં 14 અને 15 જુલાઇ જીલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમરેલી જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે.






રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્ચમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેંજ એલર્ટ અપાયું છે.


આ પણ વાંચોઃ


Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી


India Corona Cases Today:  એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃત્યુઆંક પણ વધ્યા, જાણો લેટેસ્ટ આંકડો


Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિને દેશ છોડીને ભાગવામાં ભારતે મદદ કરી ? જાણો શું કરી સ્પષ્ટતા


Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત


Education Loan Information:

Calculate Education Loan EMI