રેલવેમાં નોકરી મેળવવા એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે સારી તક છે. પશ્ચિમ મધ્ય રેલવે (WCR) એ ટેકનિકલ એસોસિયેટની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in દ્વારા 17 માર્ચ સુધી અરજી કરી શકશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા 3 માર્ચથી શરૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે કુલ 20 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.


ખાલી જગ્યાઓની સંખ્યા


 સિનિયર ટેકનિકલ એસોસિયેટ-10 જગ્યાઓ.


જુનિયર ટેકનિકલ એસોસિયેટ - 10 પોસ્ટ્સ.


પાત્રતા


સિનિયર ટેકનિકલ એસોસિયેટ પોસ્ટ્સ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. તે જ રીતે જુનિયર ટેકનિકલ એસોસિયેટની પોસ્ટ માટે ઉમેદવારોએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હોવું જોઇએ.


ઉંમરની મર્યાદા


સિનિયર ટેકનિકલ એસોસિયેટની જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારની ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે જુનિયર ટેકનિકલ એસોસિયેટની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વય મર્યાદામાં OBC કેટેગરીના ઉમેદવારો માટે 3 વર્ષની અને SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ છે.


પસંદગી પ્રક્રિયા


ઉમેદવારોની પસંદગી સ્ક્રીનીંગ દ્વારા કરવામાં આવશે. આ ભરતી સંબંધિત અન્ય માહિતી માટે, ઉમેદવારો જાહેર કરેલ સત્તાવાર નોટિફિકેશનને ચેક કરી શકે છે.


Virat Kohli Test Runs: 'કિંગ કોહલી'ના નામે નોંધાયો આ મોટો વર્લ્ડ રેકોર્ડ, આમ કરનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બન્યો


આ છે Viના 100 રૂપિયાથી સસ્તાં 4G ડેટા વાઉચર્સ, જાણો સૌથી સસ્તુ કયુ છે ને કેટલો મળે છે ડેટા......


1280 રૂપિયાની અરજીના બદલામાં બેરોજગારોને મળી રહી છે સરકારી નોકરી! જાણો મોદી સરકારે શું કહ્યું.....


હવાઈ મુસાફરી થઈ મોંઘી, એર ઈન્ડિયા સહિત તમામ એરલાઈન્સે ઈકોનોમી ટિકિટના દરમાં 40 થી 50%નો વધારો કર્યો


Education Loan Information:

Calculate Education Loan EMI