નવી દિલ્હીઃ આજકાલ અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ખુબ ચર્ચામાં છે. ફિલ્મ પ્રમૉશનમાં ખુબ બિઝી ચાલી રહી છે. આવતીકાલે એટલે કે ફિલ્મ 3 જૂને રિલીઝ થઇ રહી છે, પરંતુ આ પહેલા ફરી એકવાર વિવાદોમાં આવી ગઇ છે. અક્ષયના ઇતિહાસ પરના સવાલોથી લોકો તેને ટાર્ગેટ કરી રહ્યાં છે. ખરેખરમાં અક્ષયે હિન્દુ રાજાઓના ઇતિહાસ પર એક કૉમેન્ટ કરી હતી, જે હવે ચર્ચાનો વિષય બની ચૂકી છે. 


તાજેતરમાં જ અક્ષય કુમારનો એક ઇન્ટરવ્યૂ એક ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં અક્ષય સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મને લઇને પોતાની વાત કહે છે. તે કહે છે કે હિન્દુ રાજાઓ પર માત્ર ચાર લીટીનો ઇતિહાસ લખાયો છે, અને મુગલો પર આખે આખા પુસ્તકો છે. 


અક્ષયે દેશની સરકારને બાળકોને હિન્દુ રાજાઓના વિશે વાંચવા અને અભ્યાસની જાણકારી આપવા અપીલ કરી છે. ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને કહ્યું કે, આપણા ઇતિહાસના પુસ્તકોમાં સમ્રાટ પૃથ્વીરાજ વિશે લખનારુ કોઇ નથી. 




અક્ષયે કહ્યું કે, હું શિક્ષણ મંત્રીને અપીલ કરવા માંગુ છુ કે આ મામલામાં ધ્યાન આપે અને બાળકોને આપણા દેશનો ઇતિહાસ સંતુલિત ભણાવવા પર કામ યોગ્ય રીતે કરે. આપણને મુગલો વિશે ખબર હોવી જોઇએ એ વાત બરાબર છે, પરંતુ આપણે આપણા દેશના રાજાઓ વિશે પણ શિક્ષણ આપવુ જોઇએ. તે લોકો પણ મહાન હતા, અક્ષય કહે છે કે મુગલો પર આખુ પુસ્તક લખવામાં આવે છે અને હિન્દુ રાજાઓ પર બસ ચાર લાઇનો.




ઉલ્લેખનીય છે કે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મમાં સુપરસ્ટાર અક્ષય કુમારની સાથે પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર લીડ રૉલમાં છે. આ માનુષીની ડેબ્યૂ ફિલ્મ છે. આ ઉપરાંત ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સુદ અને માનવ બિજ જેવા કલાકારો પણ દેખાશે.


આ પણ વાંચો..... 


રાશિદ ખાનનો ખુલાસોઃ આ ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરવાની થાત તો પરસેવો છૂટી જાત


Gayatri Jayanti 2022: ક્યારે છે ગાયત્રી જયંતી ? જાણો તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વિધિ


NEET PG 2022 Result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર 10 દિવસમાં જ પરિણામ જાહેર કરાયું


Horoscope Today 2 June 2022: કર્ક, કન્યા, મીન રાશિના જાતકો સાવધાન, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ


હાર્ટ અટેકે સિંગર કે.કે.ની અચાનક જિંદગી લઇ લીધી, જો શરીરમાં આ સંકેત મળે તો આપ પણ થઇ જજો સાવધાન


Urfi New Style: હાથના મોંજામાંથી બનેલી બ્રા પહેરીને નીકળી ઉર્ફી જાવેદ, વીડિયો વાયરલ થતાં જ ફેન્સ ચોંક્યા, જુઓ