મુંબઇઃ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે એક્ટર સોહેલ ખાન અને તેની પત્ની સીમા ખાન હવે છૂટાછેડા લઇ રહ્યાં છે, બન્ને 24 વર્ષ બાદ તલાક લેવાની અરજી કરી ચૂક્યા છે. આ સમાચાર સાંભળ્યા બાદ બૉલીવુડ ફેન્સને વધુ એક ઝટકો લાગી શકે છે કે રિપોર્ટ છે કે, બી ટાઉનમાં હવે બીજુ એક સ્ટાર કપલ છુટાછેડા લેવાની તૈયારીમાં છે. 


સમાચાર છે કે, એક્ટર ઇમરાન ખાન અને તેની પત્ની અવંતિકા મલિકની વચ્ચે હાલમાં કંઇક ઠીક નથી ચાલી રહ્યું. રિપોર્ટ્ અનુસાર ઇમરાન અને અવંતિકા જલદી તલાક લેવાની જાહેરાત કરી શકે છે. બન્ને વચ્ચે 2019થી બધુ બરાબર નથી ચાલી રહ્યું. અવંતિકા ઇમરાનનુ ઘર છોડીને અલગ રહેવા લાગી હતી. હાલમાં તે પોતાની દીકરી ઇમારા સાથે પોતાના માતા-પિતાના ઘરે રહી રહી છે. ખાસ વાત છે કે, બન્ને પરિવારોએ ઇમરાન અને અવંતિકા વચ્ચે સુલેહ કરાવવાની કોશિશ કરી પરંતુ કંઇ જ પરિણામ નથી આવ્યુ. આ વાતથી હવે બન્ને વચ્ચે ગમે ત્યારે છુટાછેડા થઇ શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાન અને અવંતિકા મલિકે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બન્નેએ એકબીજાને ખુબ ડેટ કર્યા હતા. વર્ષ 2014માં બન્ને ઇમારા નામની દીકરીના માતા પિતા બન્યા હતા. હાલમાં બન્નેના સંબંધો ઠીક નથી તો બન્નેના અલગ થવાના સમાચારો વહેતા થયા છે. 


 


























--- -


આ પણ વાંચો......... 


Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી


ખેડૂતો માટે ખુશીના સમાચારઃ સૌરાષ્ટ્રમાં કપાસના રેકોર્ડ બ્રેક મણના ભાવ રૂપિયા 3050 બોલાયા, જાણો મોટા સમાચાર


Farmer’s Success Story: B.Tech કર્યા બાદ આ યુવકે કરી બટાટાની ખેતી, વર્ષે કરે છે કરોડની કમાણી; નાંખશે ચિપ્સ પ્લાન્ટ


ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત


જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી


પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી