મુંબઈઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં પાકિસ્તાન મૂળના હાલ ભારતીય નાગરિકત્વ લઈ ચુકેલા સિંગર અદનાન સામીનું પણ નામ છે. અદનાને પદ્મશ્રીના જાહેરાત થતાં જ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. PAKમાં જય મોદીનો જાપ કરો એટલે પદ્મશ્રી મળેઃ એનસીપી મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું, જો કોઈ પાકિસ્તામાંથી ‘જય મોદી’નો જાપ કરશે તો તેને દેશની નાગરિકતાની સાથે-સાથે પદ્મશ્રી પુરસ્કાર પણ મળશે. જે ભારતના લોકોનું અપમાન છે. કોંગ્રેસે પણ ઉઠાવ્યો હતો વાંધો આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું હતું, કારગિલ યુદ્ધમાં સામેલ થયેલા સૈનિક સનાઉલ્લાહને એનઆરસી દ્વારા ઘૂસણખોર જાહેર કરી દેવાયો હતો. અદનાન સામીના પિતા પાકિસ્તાની વાયુસેનામાં ઓફિસર હતાઅને તેમણે ભારત વિરુદ્ધ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન સામે લડનારા ભારતનો સૈનિક ઘૂસણખોર અને પાક વાયુસેનાના ઓફિસરના પુત્રને પદ્મશ્રી કેમ? આવો સવાલ કરી તેમણે કહ્યું, પદ્મશ્રી માટે સમાજમાં યોગદાન જરૂરી છે કે સરકારના ગુણગાન?શું પદ્મશ્રી માટે નવા માપદંડ એવા છે કે સરાકારની ચમચાગિરી કરો? અદનાન સામીએ શું આપ્યો જવાબ આ બધી ટિકાઓનો જવાબ આપતાં અદનાન સામીએ ટ્વિટ કરીને લખ્યું, બાળકો તમને મગજ ‘ક્લિયરન્સ સેલ’ કે ‘સેકન્ડ હેન્ડ નોવેલ્ટી સ્ટોર’માંથી મળ્યું છે? શું તમને એવું શીખવવામાં આવ્યું છે કે એક પુત્રને તેના માતા-પિતાના કામો માટે જવાબદાર ગણવો જોઈએ કે સજા આપવી જોઈએ? શું તમે એક વકીલ છો? લૉ સ્કૂલમાં શું શીખ્યા છો? બુમરાહનો દિવાનો થયો આ મહાન ઓસ્ટ્રેલિયન બોલર, કોહલીને ગણાવ્યો ધૂરંધર, જાણો વિગતે અફઘાન એરલાઇન્સનું વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, 80થી વધુ લોકોના મોતની આશંકા ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને કેમેરા સામે જ ચહલને આપી ગાળ ને રોહિત શર્માએ........