Kim Kardashian Pete Davidson Relationship End: અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દશિયન (Kim Kardashian) પોતાની ગ્લેમરસ તસવીરો, લૂક અને રિલેશનશીપને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કિમ કાર્દશિયન કૉમેડિયન એક્ટર પીટ ડેવિડસન (Pete Davidson) ને ડેટ કરી રહી હતી. બન્ને સોશ્યલ મીડિયા પર વેકેશનના એન્જૉયની તસવીરો ખુબ જોવા મળતી હતી. હવે ખબર આવી રહી છે કે કિમ કાર્દશિયન અને પીટ ડેવિડસનનુ બ્રેકઅપ થઇ ગયુ છે. બન્ને છેલ્લા 9 મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા.
અમેરિકન ન્યૂઝ પૉર્ટલ અને મેગેઝિને પોતાના સુ્ત્રોના હવાલાથી લખ્યુ છે કે કિમ કાર્દશિયન અને પીટ ડેવિડસન આ અઠવાડિયે જ અલગ થયા છે, આ જોડીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં એકબીજાને ડેટ કરવાનુ શરૂ કર્યુ હતુ. તે દરમિયાન કિમ કાર્દશિયન શૉ ‘એસએલએન’ને હૉસ્ટ કરી રહી હતી. પીટને આ કૉમેડી સ્કેચ શૉમાં એક કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો.
પતિ કાન્યે વેટ સાથે પણ ચાલી રહ્યો છે તલાકનો કેસ -
41 વર્ષની કિમ કાર્દશિયનનો રેપર કાન્ય વેસ્ટ સાથે તલાકનો કેસ ચાલી રહ્યો છે, જોકે, પોતાની છેલ્લા તબક્કા પર છે. પતિ સાથેથી અલગ થયા બાદ કિમ કાર્દશિયને 28 વર્ષીય એક્ટર પીટ ડેવિડસનને ડેટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. બન્ને એકબીજા સાથે જોરદાર ક્વૉલિટી ટાઇમ પણ સ્પેન્ડ કરતા હતા. બન્નેની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ છે.
ઉલ્લેખનીય છે કે, કિમ કાર્દશિયન (Kim Kardashian) અત્યાર સુધી 3 લગ્ન કરી ચૂકી છે. ત્રીજા પતિની સાથે તેનો તલાકનો કેસ ચાલી રહ્યો છે, અને હવે તલાક થવાની તૈયારીમાં છે. કિમ કાર્દશિયને કાન્યે વેસ્ટ (Kanye West) સાથ 2014 માં લગ્ન કર્યા હતા. બન્નેને ચાર બાળકો છે. કાન્યેની સાથે પણ કિમ કાર્દશિયનની અણબનની ખબરો સામે આવી હતી. 2020માં જ બન્નેએ તલાકની અરજી કરી જેની પ્રૉસેસ હજુ ચાલી રહી છે.
આ પણ વાંચો......
રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા
Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત