મુંબઈઃ બોલીવુડ એક્ટર અર્જુન રામપાલના તેના પત્ની મેહર સાથે 21 વર્ષ બાદ છૂટાછેડા થયા છે. છેલ્લા ઘણા સમયથી બંને એકબીજાથી અલગ રહેતા હતા અને છૂટાછેડાની અરજી આપી હતી. મુંબઈ મિરરમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે બંનેના હવે સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા છે. બાંદ્રાની ફેમિલી કોર્ટમાં પરસ્પર સહમતિથી બંનેએ તલાકને મંજૂરી આપી હતી.

આ દંપત્તિએ 30 એપ્રિલ, 2019ના રોજ કોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી હતી. જેને આશરે 6 મહિના બાદ જજ શૈલજા સાવંતે સ્પેશલ મેરેજ એક્ટ અંતર્ગત મંજૂર કરી હતી. અર્જુન અને મેહરની દીકરીઓને કોર્ટે માતાને સોંપી છે. દીકરીઓ તેમની માતા સાથે બાંદ્રામાં રહેશે.

અર્જુન અને તેની પત્ની વચ્ચે લડાઈ-ઝઘડાની ખબર ઘણા વર્ષોથી સામે આવતી હતી. વર્ષ 2011માં પ્રથમ વખત બંને વચ્ચે મનમેળ ન હોવાની વાત સામે આવી હતી પરંતુ અર્જુને 2018માં આ વાતનો સ્વીકાર કર્યો હતો. 28 મે, 2018ના રોજ તેણે આની સત્તાવાર જાહેરાત કરી હતી.

તલાકની અરજી કરતી વખતે બંનેએ નિવેદન જાહેર કર્યું હતું કે, તેઓ સારા મિત્ર છે અને મિત્રતાનો સંબંધ આજીવન રાખવા માંગે છે. અર્જુન તેના જીવનમાં ઘણો આગળ વધી ચુક્યો છે. ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સથી તેને એક દીકરો છે.

પિંક બોલથી રમવું સરળ નથી, ભારત-પાકિસ્તાન મેચ જેવો રોમાંચ હશેઃ વિરાટ કોહલી

મહારાષ્ટ્રમાં સરકારને લઇ બે દિવસમાં થશે ફેંસલો, ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યમંત્રી

અમદાવાદઃ BRTSની અડફેટે પાંજરાપોળ નજીક બેના મોત, પરિવારનું હૈયાફાટ રૂદન