મુંબઇઃ ક્રિકેટનો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર 24 એપ્રિલે 49 વર્ષનો થઇ ગયો છે. જન્મદિવસના પ્રસંગે દુનિયાભરમાંથી સચિનને શુભેચ્છા સંદેશ મળ્યા છે. શુભેચ્છાઓ આપનારાઓમાં દુનિયાની નામી હસ્તીઓની સાથે સાથે કરોડો ફેન્સ પણ સામેલ છે. હાલમાં આઇપીએલમાં સચિન તેંદુલકર ખુબ વ્યસ્ત છે અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમને મેન્ટર કરી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે એક સંદેશે સચિનને બોલાવા માટે મજબૂર કરી દીધો. ખરેખરમાં સચિન તેંદુલકરને કેરેબિયન સ્ટાર ક્રિસ ગેલે શુભેચ્છા મેસેજ કર્યો હતો, આના જવાબમાં સચિને ખાસ રિપ્લાય આપ્યો જે હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
કેરેબિયન સ્ટાર ક્રિકેટર અને યૂનિવર્સ બૉસ ક્રિસ ગેલે પણ સચિન તેંદુલકરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ ટ્વીટ પર રિપ્લાય કરતા સચીનને આઇપીએલમાં ગેલેની તોફાની બેટિંગની યાદ આવી ગઇ, ગેલે સચિનને જન્મદિવસની શુભેચ્છા આપતા લખ્યુ- જન્મદિવસ મુબારક હો માસ્ટર સચિન તેંદુલકર. તમને ખુબ ખુબ શુભેચ્છાઓ. ગેલના આ સંદેશનો જવાબ આપતા સચિને લખ્યું- બહુજ આભાર ક્રેસ, આઇપીએલની હાલની સિઝનમાં ભારત તમારી કમી અનુભવી રહ્યું છે.
ક્રિસ ગેલ ગઇ આઇપીએલમાં પંજાબ કિંગ્સનો ભાગ હતો, તેને ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા ગઇ સિઝનમાં અધવચ્ચેથી જ નામ આઇપીએલમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ હતુ. વર્ષ 2021માં 10 મેચમાં ગેલે 21.44ની એવરેજથી કુલ 193 રન બનાવ્યા હતા. તેને સર્વાધિક સ્કૉર 46 રન રહ્યો હતો. ત્યારબાદ ગેલે નવી સિઝનમાં આ હરાજીમાં ભાગ ન હતો લીધો. આજકાલ ક્રિસ ગેલ ક્રિકેટથી દુર જમૈકામાં પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે મોજમસ્તી કરી રહ્યો છે. તે સોશ્યલ મીડિયા પર ફેન્સની સાથે જબરદસ્ત વીડિયો શેર કરતો રહે છે.
-- -
આ પણ વાંચો......
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ
Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા