મુંબઇઃ બૉલીવુડની ક્વિન ગણાતી એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ પોતાના શૉને લઇને ચર્ચામાં છે. એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં એકતા કપૂરનો રિયાલિટી શૉ ‘લૉકઅપ’ (Lock Upp) થી પોતાનુ હૉસ્ટિંગ ડેબ્યૂ કર્યુ છે. 


ખાસ વાત કે કંગનાનો લૉકઅપ શૉ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે, અને લોકો શૉને લઇને પૉઝિટીવી રિસૉપન્સ આપી રહ્યાં છે. શૉની આટલુ જબરદસ્ત સફળતાને લઇને હવે કંગનાએ એક ખાસ પૉસ્ટ કરી છે, તેને આ પૉસ્ટ દ્વારા પોતાને સુપરસ્ટાર હૉસ્ટ ગણાવી દીધી છે, એટલુ જ નહીં આ પૉસ્ટ દ્વારા તેને બૉલીવુડના સુપરસ્ટાર્સને આડેહાથે લઇને ઝાટકી નાંખ્યા છે. 




કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી નોટશેર કરી છે જેમાં તેમણે શોની સફળતા અને તેના હોસ્ટિંગ વિશે ઘણું કહ્યું છે અને હંમેશાની જેમ બોલિવૂડ સ્ટાર્સ પર નિશાન સાધ્યું છે. એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં લખ્યું- 'શાહરૂખ, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ જેવા ઘણા સફળ કલાકારોએ હોસ્ટિંગમાં પોતાનો હાથ અજમાવ્યો છે. તે તેની કારકિર્દીમાં ભલે સફળ રહ્યા હોય પરંતુ તે હોસ્ટિંગમાં નિષ્ફળ ગયા છે. અત્યાર સુધી માત્ર અમિતાભ બચ્ચન જી અને સલમાન ખાન જી અને કંગના રનૌત જ સુપરસ્ટાર હોસ્ટ બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યા છે. આ લીગમાં સામેલ થવુ એ ખૂબ સૌભાગ્યની વાત છે.


કંગનાએ આગળ લખ્યું હતુ કે, 'કાશ મારે સ્પષ્ટ રીતે સમજાવવું ન પડ્યું હોત પરંતુ ઈર્ષાળુ મૂવી માફિયા મને અને મારા શો ને બદનામ કરવા માટે બધુ કરી રહ્યા છે. તેથી મારે તાત્કાલિક કામ કરવાનું હતું અને મને કોઈ વાંધો નથી. જો હું દરેક માટે ઊભી રહી શકું છું તો હું મારા માટે કોઈપણ સ્ટેન્ડ લઈ શકું છું.


 


આ પણ વાંચો.......... 


Petrol vs EV vs CNG: મારુતિ ડીઝાયર અને ટાટા ટિગોરમાંથી કઈ છે શ્રેષ્ઠ ? કોનામાં શું છે ખાસ


PNBના કરોડો ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો , બેંકે ઘટાડ્યા વ્યાજદર, જાણો બચત ખાતા પર કેટલું વ્યાજ મળશે?


મોંઘવારીનો ડબલ બુસ્ટર ડોઝઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGના ભાવ પણ વધ્યા, જાણો લેટેસ્ટ કિંમત


LIC IPO Launch Date: સરકાર LIC IPO મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં લૉન્ચ કરી શકે છે, જાણો વિગતે


1 એપ્રિલ, 2022થી આ ક્રેડિટ કાર્ડ પર એક પૈસો પણ વ્યાજ નહીં ચૂકવવું પડે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?