Kareena Kapoor Khan Pregnant: બૉલીવુડ એક્ટ્રેસ કરિના કપૂર ખાન આજકાલ લંડનમાં પોતાની ફેમિલી સાથે સમય વિતાવી રહી છે. એક્ટ્રેસ પોતાના પતિ સૈફ અલી ખાન અને બન્ને દીકરા તૈમૂર અને જેહ સાથે વેકેસન એન્જૉય કરી રહી છે. લંડનમાંથી સ્ટાર કપલની ખાસ તસવીરો સોશ્યલ મીડિયા પર હાલમાં વાયરલ થઇ છે, જે ચર્ચાનુ કેન્દ્ર બની છે, કેમ કે આ તસવીરોમાં બેબી એટલે કે કરિના કપૂર ખાનની પ્રેગનન્સીને લઇને લોકો વાતો કરી રહ્યાં છે.
તાજેતરમાં જ એક્ટ્રેસ કરિનાની એક તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે, જે જોઈને ફેન્સ ચર્ચા કરી રહ્યાં છે કે, શું બેબો ફરીથી એટલે કે ત્રીજીવાર પ્રેગનન્ટ છે ? કેમ કે આ તસવીરમાં કરિના કપૂરનું પેટ સહેજ ફુલેલું હોય તેમ લાગી રહ્યું છે, આ જોઈને ફેન્સ એક્ટ્રેસ ત્રીજી વખત પ્રેગ્નેન્ટ હોવાની અટકળો લગાવી રહ્યા છે. જોકે, તસવીર પાછળનુ સત્ય સામે આવ્યુ નથી.
વાયરલ થયેલી તસવીરમાં એક્ટ્રેસ કરિના કપૂર ખાન બ્લેક કલરના ટૉપ અને ડેનિમમાં દેખાઇ રહી છે. એક્ટ્રેસના હાથમાં કૉફીનો કપ છે, અને તે પાઉટ કરી રહી છે, વળી આ જ તસવીરમાં બીજીબાજુ સૈફ ગ્રે ટીશર્ટ અને ડેનિમમાં છે.
આ કપલના ફ્રેન્ડે તસવીરના કેપ્શનમાં લખ્યું છે 'વ્હાલા મિત્રો સાથે ગઇ રાત્રી સુંદર રહી. આ તસવીર પર કોમેન્ટ કરતાં એક ફેને પૂછ્યું છે 'શું તે ફરીથી પ્રેગ્નેન્ટ છે?', એક ફેને લખ્યું છે 'શું તે ફરીથી મા બનવાની છે?', તો એકે લખ્યું છે 'તે પ્રેગ્નેન્ટ છે...તે છુપાવી શકી નહીં'. વાતમાં કેટલું સત્ય છે તે જાણ્યા વગર કેટલાક ફેન્સ તો ખુશ પણ થઈ રહ્યા છે.
આ પણ વાંચો......
દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ
Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા
Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ
GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ