Swara Bhasker Death Threat: બોલિવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. આ ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સ્વરા તરત જ સ્થાનિક પોલીસ પાસે ગઈ અને ફરિયાદ નોંધાવી હતી.  આ અગાઉ બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને પણ આવો જ ધમકીભર્યો પત્ર મળ્યો હતો.


પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી


અભિનેત્રી સ્વરા ભાસ્કરને પત્રમાં જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. અધિકારીએ જણાવ્યું કે આ પત્ર વર્સોવામાં અભિનેત્રીના ઘરે મોકલવામાં આવ્યો હતો. પત્ર મળ્યા બાદ સ્વરા ભાસ્કરે બે દિવસ પહેલા વર્સોવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે અમે અજાણ્યા વ્યક્તિઓ સામે નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધ્યો છે, તેમણે ઉમેર્યું હતું કે તપાસ ચાલુ છે. હિન્દીમાં લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશના યુવાનો વીર સાવરકરનું અપમાન સહન નહીં કરે.


સ્પીડ પોસ્ટથી ધમકીભર્યો પત્ર આવ્યો


સ્વરા ભાસ્કરને મળેલો આ ધમકીભર્યો પત્ર તેના ખાનગી નિવાસસ્થાને સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે. જોકે, અત્યાર સુધી સ્વરાને મળેલી આ ધમકી પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે સ્વરા ભાસ્કરે ભૂતકાળમાં વીર સાવરકર વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનો આ કૃત્ય માટે જવાબદાર છે.


 


IND vs ENG: રોહિત શર્મા નહી રમે ટેસ્ટ મેચ, આ ગુજરાતી ખેલાડીને બનાવાશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન


Smart Farming: ખેતી કરવી થઈ વધુ આસાન, ફોન પર જ મળશે કૃષિ મશીનોની જાણકારી


સેમસંગના આ ધાંસૂ ફોનની અચાનક 10 હજાર રૂપિયા કિંમત ઘટી, જાણો નવા કિંમત ને ફિચર્સ.............


દયાબેન, મહેતા સાહેબ બાદ હવે આ સ્ટાર કલાકારે છૉડ્યો 'તારક મહેતા' શૉ, જાણો વિગતે