Raj Anandkat Quits TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 14 વર્ષ પુરા થઇ ગયા છે. આ 14 વર્ષોમાં શૉએ સફળતાના અનેક શિખરો સર કર્યા છે, જોકે, હવે શૉને ગ્રહણ લાગ્યુ હોય એમ એક પછી એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શૉના એક પછી એક સ્ટાર કેરેક્ટર શૉને અલવિદા કહી રહ્યાં છે, હવે રિપોર્ટ છે કે, શૉમાં ટપ્પૂની ભૂમિકા નિભાવનાર રાજ અનાડકટ (Raj Anadkat) પણ હવે આ શૉમાંથી વિદાય લેવાનો છે, જોકે, આ વાત ઓફિશિયલ નથી પરંતુ લગભગ કન્ફોર્મ જ થઇ ગયુ છે. 


દયાબેન, મહેતા સાહેબ બાદ હવે ટપ્પૂ પણ છોડશે શૉ -
ઘણા લાંબા સયમથી ટપ્પૂ શૉમાં નથી દેખાઇ રહ્યો. શૉમાં આનુ કારણ ટપ્પૂને અભ્યાસ માટે મુંબઇથી બહાર જવાનુ બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ અસલમાં ખબર છે કે તે હવે શૉ ને અલવિદા કહી ચૂક્યો છે. અત્યાર સુધી માત્ર વાતો જ થતી હતી પરંતુ હવે સમાચાર છે કે રાજ અનડકટ બૉલીવુડ માટે રાહ પકડી ચૂક્યો છે. 


તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ દ્વારા રાજે આની જાણકારી આપી હતી. રણવીર સિંહની સાથે મોટા પ્રૉજેક્ટમાં દેખાવવાનો છે. હાલમાં તે પ્રૉજેક્ટ વિશે વધુ કોઇ માહિતી રિલીવ નથી કરવામં આવી.






આની સાથે જ સ્પષ્ટ થઇ ગયુ છે કે, દયા બેન, મહેતા સાહેબ બાદ હવે ટપ્પૂ પણ શૉમાંથી અલગ થઇ ગયો છે, અને જલદી મોટા પડદા પર દેખાશે, મોટા મોટા સ્ટાર્સની સાથે..


 














---


આ પણ વાંચો...... 


બીજેપી નેતાને પણ મળ્યો ધમકીભર્યો ઇમેલ, ઉદેપુર હત્યાનો વીડિયો એટેચ કરીને લખ્યું તમારુ પણ ગળુ..........


Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ


ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું


India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ


Maharashtra Political Crisis: મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર, આવતી કાલે થશે ફ્લોર ટેસ્ટ


GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!