Dia Mirza On Cyrus Mistry Accident: તાજેતરમાં જ ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry)એ દુનિયાના અલવિદા કહી દીધુ છે, મુંબઇ-અમદાવાદ હાઇવે પર એક કાર એક્સિડેન્ટમાં સાયરસ મિસ્રીનુ મોત થઇ ગયુ હતુ. આવામાં સાયરસના નિધન બાદ સોશ્યલ મીડિયા પર લોકો દુઃખ અને શોક વ્યક્ત કરી રહ્યાં છે, લોકો સાયરસ મિસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. આમાં મોટી મોટી હસ્તીઓ અને બૉલીવુડ સેલેબ્સ પણ સામેલ છે. સાયરસ મિસ્ત્રીના નિધન બાદ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી દિયા મિર્ઝા (Dia Mirza) એ પણ શૉક વ્યક્ત કરતુ એક ટ્વીટ કર્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે, જાણો શું છે ટ્વીટમાં...........


દિયા મિર્ઝાનું ટ્વીટ થઇ રહ્યું છે વાયરલ - 
સાયરસ મિસ્ત્રીનુ નામ દેશની જાણીતી હસ્તીઓમાં સામેલ હતુ, કેટલાય વર્ષો સુધી સાયરસ મિસ્ત્રીએ ટાટા સન્સની સેવા કરી હતી, આવામાં તેના નિધનથી લોકો દુઃખી તો છે જ. પરંતુ રૉડ અકસ્માતના કારણે મોત થયા બાદ દિયા મિર્ઝા ખુબ દુઃખી થઇ છે, તેને ટ્વીટ કરીને લોકોને ખાસ અપીલ કરી છે. પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક્ટ્રેસે ટ્વીટ કરીને લખ્યું છે કે -  હું તમને બધાને એ વિનંતી કરુ છું કે તમે બધા સીટ બેલ્ટ જરૂર બાંધો, સાથે જ પોતાના બાળકોને પણ સીટ બેલ્ટ બાંધતા અવશ્ય શીખવાડો. આનાથી જીવનની સુરક્ષા રહે છે.





આ રીતે દિયા મિર્ઝા કાર યાત્રા દરમિયાન લોકોને સીટ બેલ્ટ જરૂર બાંધવાની મોટી સલાહ આપી છે. સાથે જ સાયરસ મિસ્રીના નિધન પર શોક પણ વ્યક્ત કરતા રિપ પણ લખ્યુ છે. કાર અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનુ નિધન થયા બાદ દિયા મિર્ઝાના ટ્વીટની લોકો પ્રસંશા કરી રહ્યાં છે. 


આ પણ વાંચો...........


iPhone 14 Pre Order ની જાણકારી, જાણો લોન્ચના કેટલા દિવસ બાદ પ્રી ઓર્ડર કરી શકશો Appleનો નવો સ્માર્ટફોન


Movie Ticket: માત્ર 75 રૂપિયામાં મોટી સ્ક્રીન પર જુઓ કોઈપણ ફિલ્મ, આ ખાસ દિવસે દરેક થિયેટર, થિયેટરમાં મળશે સુવિધા


India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ


Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા


Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?


Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?