મુંબઇઃ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હાલમાં બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, કલેક્શનના મામલે આ નાના બજેટ વાળી ફિલ્મ મોટા મોટા બજેટ વાળી ફિલ્મોને માતા આપી રહી છે, ફિલ્મમાં 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોને દર્શવવામાં આવ્યા છે. રાજકીય નેતાઓથી માંડીને બૉલીવુડના સેલેબ્સ પણ આ ફિલ્મની ભરપુર પ્રસંશા કરી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં બૉલીવુડના દિગ્ગજ ફિલ્મ મેકર કરણ જોહરનુ નામ પણ સામેલ થઇ ગયુ છે. કરણ જોહરે તે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને એક આંદોલન જ ગણાવી દીધુ છે.
કરણ જોહરે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર પોતાનુ રિએક્શન આપતા કહ્યું- આ માત્ર ફિલ્મ જ નથી પણ એક મોટુ આંદોલન છે. એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂ દરમિયાન કરણ જોહરને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે પુછવામાં આવ્યુ હતુ. ત્યારે કરણે જણાવ્યુ કે ધ કાશ્મીર ફાઇલ્સનું બજેટ અન્ય ફિલ્મોની સરખામણીમાં ઘણું ઓછું છે. તેથી જ તે કદાચ ભારતીય સિનેમાની સૌથી મોટી કોસ્ટ-ટૂ-પ્રોફિટ હિટ થનારી ફિલ્મ બની છે. મેં બોક્સ ઓફિસ પરથી જાણકારી મેળવી છે કે, ૧૯૭૫માં રિલીઝ થયેલી જય સંતોષી મા પછી આવું આંદોલન થયું નથી.
કરણે વધુમાં કહ્યું હતું કે, આપણે એ માનવું જ પડશે કે, આ દેશ સાથે જોડાયેલા લોકોએ આ ઘટના અને આ ફિલ્મને અકેડમિક રૂપથી જોવી પડશે. આ ફિલ્મથી જ્ઞાન લેવું પડશે, અને એ માટે આ ફિલ્મ જોવી પડશે. આ ફિલ્મ ફક્ત એક ફિલ્મ નથી, પરંતુ એક આંદોલન છે.
ફિલ્મના કાસ્ટની વાત કરીએ તો આમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, મિથૂન ચક્રવર્તી અને દર્શન કુમાર મુખ્ય રૉલમાં છે.
આ પણ વાંચો.........
Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન