Happy Birthday Katrina Kaif: બૉલીવુડની સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ કેટરીના કૈફ (Katrina Kaif) આજે 16 જુલાઇએ 2022 એ પોતાનો 39મો જન્મદિવસ મનાવી રહી છે. વિક્કી કૌશલ (Vicky Kaushal) સાથે લગ્ન થયા બાદ આ તેને પહેલો બર્થડે છે. આવામાં એક્ટ્રેસ ખુબ ખુશ છે અને ફેન્સ પણ ખુબ ઉત્સાહિત છે કે તેના બર્થડેની ડિટેલ જાણવા માટે. અહીં અમને બતાવી રહ્યાં છીએ છે કે એક્ટ્રેસ કેટરીના કૈફ પોતાના પતિ વિક્કી કૌશલ સાથે પોતાનો 39મો બર્થડે કઇ રીતે અને ક્યાં ઉજવશે.
આ સુંદર જગ્યાએ ઉજવાશે કેટરીના કૈફનો 39મો બર્થડે -
કેટરીના કૈફ એક દિવસ પહેલા 15 જુલાઇએ પોતાના પતિ વિક્કી કૌશલની સાથે માલદીવ માટે રવાના થઇ ગઇ છે. આજે તે ત્યાં જ પોતાનો 39મો બર્થડે સેલિબ્રેટ કરવાની છે. આ સાંભળનીને તમે પણ થશે કે કેટરીના કૈફનો આ બર્થડે ખુબ જ યાદગાર રહેવાનો છે.
આ સ્ટાર પણ થશે સેલિબ્રેશનમાં સામેલ -
બર્થડે પાર્ટીમાં શું માત્ર કેટરીના કૈફ અને વિક્કી કૌશલ જ સામેલ થશ કે પછી કોઇ બીજા પણ હશે સાથે ? આ સવાલનો પણ જવાબ છે. ખાસ વાત છે કે આ સેલિબ્રેશનમાં બૉલીવુડના કેટલાક ખાસ સ્ટાર સામેલ થશે. પાર્ટીમાં વિક્કી કૌશલના ભાઇ અભિનેતા સની કૌશલ અને અભિનેત્રી શરવરી વાઘ પણ સામેલ થશે. સની અને શરવરી કથિત રીતે એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ ઉપરાંત ફિલ્મ નિર્માતા કબીર ખાન અને મિની માથુર પણ કેટરીના કૈફની બર્થડે પાર્ટીમાં સામેલ થવા માટે માલદીવ પહોંચી ચૂક્યા છે. એકદિવસ પહેલા જ મુંબઇ એરપોર્ટ પર વિક્કી કૌશલની સાથે કેટરીના કૈફને સ્પૉટ કરવામાં આવી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ (Katrina Kaif) પોતાની આગામી ફિલ્મ 'ફોન ભૂત'ની રિલીઝની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત સલમાન ખાન (Salman Khan)ની સાથે તે 'ટાઇગર 3'માં પણ દેખાશે. પ્રિયંકા ચોપડા જોનાસ અને આલિયા ભટ્ટની સાથે તેની 'રૉડ ટ્રિપ' ફિલ્મ પણ પોટલામાં પુરાઇ ગઇ છે. વળી, વિક્કી કૌશલ હાલમાં કેટલીક અલગ ફિલ્મો માટે કામ કરી રહ્યો છે, મેઘના ગુલજારની બાયૉપિક 'સેમ બહાદુર'ની તે તૈયારી કરી રહ્યો છે. વિક્કી પાસે પાસ પૉસ્ટ પ્રૉડક્શનમાં 'મેરા નામ ગોવિંદા' છે. વિક્કી એક કૉમેડી ડ્રામા ફિલ્મમાં સારા અલી ખાનની સાથે સ્ક્રીન શેર કરતો પણ દેખાશે.
આ પણ વાંચો......
દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ
Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા
Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ
GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ