Sapna Choudhary Surrender: પ્રખ્યાત હરિયાણવી ડાન્સર અને અભિનેત્રી સપના ચૌધરીએ સોમવારે લખનૌની ACJM કોર્ટમાં સરેન્ડર કર્યું છે. છેતરપિંડીના એક કેસમાં કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું, ત્યારબાદ તે આજે કોર્ટમાં પહોંચી હતી. જોકે, સરેન્ડર કર્યાના થોડા સમય બાદ કોર્ટે સપના ચૌધરીના વોરંટને પાછું ખેંચી લીધું હતું અને પછી કોર્ટે સપનાને પણ કસ્ટડીમાંથી મુક્ત કરી હતી.


શું છે સમગ્ર મામલો?


સપના ચૌધરી પર આરોપ છે કે તેણે ડાન્સ શો માટે પૈસા લીધા હતા પરંતુ તે શો માટે પહોંચી નહોતી. આ મામલામાં શોના આયોજકોએ સપના ચૌધરી વિરુદ્ધ આશિયાના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. આ સમગ્ર મામલો 13 ઓક્ટોબર 2018નો છે. ત્યારબાદ આશિયાનાની એક ખાનગી ક્લબમાં સપના ચૌધરીના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોની ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન વેચાઈ હતી.


સપના શોમાં ના પહોંચી તો થયો હોબાળોઃ


સપના બપોરે ત્રણ વાગ્યે કાર્યક્રમમાં આવવાની હતી અને રાત્રે દસ વાગ્યા સુધી કાર્યક્રમ ચાલવાનો હતો. સપના ચૌધરીના શોનું આયોજન જુનૈદ અહેમદ, નવીન શર્મા, અમિત પાંડે, રત્નાકર ઉપાધ્યાય અને પહેલ સંસ્થાના ઈવાદ અલીએ કર્યું હતું. પરંતુ સપના ચૌધરી આ શોમાં પહોંચી ન હતી. સપનાને જોવા આવેલા હજારો લોકોએ આ વાતને લઈને રોષે ભરાયા હતા અને તેઓએ હોબાળો મચાવ્યો હતો. તેમજ ટિકિટના પૈસા પરત કરવાની માંગણી કરી હતી. 


આ દરમિયાન પ્રેક્ષકોએ આયોજકો પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો અને ભારે તોડફોડ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ-પ્રશાસનના અધિકારીઓએ લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા. જે બાદ આયોજકો દ્વારા આ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે સપનાએ આજે આ કેસમાં સરેન્ડર કર્યું હતું.


આ પણ વાંચો....


KBC 14: કોણ છે કવિતા ચાવલા જે આ સિઝનની પ્રથમ કરોડપતિ બની, શું તે 7.5 કરોડના સવાલનો જવાબ આપી શકશે?


Deepika padukone: દીપિકાની નેટ વર્થ જાણી ઉડી જશે હોશ, એક ફિલ્મ માટે કેટલી ફી લે છે ?


Prabhas Dating Kriti Sanon: પ્રભાસ અને કૃતિના રિલેશનશિપનું શું છે સત્ય, જાણો શું છે સિક્રેટ ડેટિંગનું કારણ


Shama Sikander એ પતિ જેમ્સ મિલિરૉનને આપી જન્મદિવસની શુભકામના, રોમેન્ટિક તસવીરો કરી શેર