Hera Pheri 3: આઇકોનિક કોમેડી-ડ્રામા ફિલ્મ ‘હેરા ફેરી’ હજી પણ ચાહકોની પ્રિય ફિલ્મોમાંની એક છે. અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની આ ફિલ્મનું ત્રીજું ચેપ્ટર આવવાનું છે. હેરા ફેરીની સિક્વલની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટૂંક સમયમાં ફિલ્મ હેરાફેરી 3 આવશે.  ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ આ વાતની પુષ્ટિ કરી હતી. ફિરોઝે એક ઈન્ટરવ્યુમાં કન્ફર્મ કર્યું હતું કે હેરા ફેરી 3 આવશે અને જૂના કલાકારો ફરી ધૂમ મચાવશે.

ફિરોઝ નડિયાદવાલાએ બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં હેરા ફેરી 3 વિશે વાત કરી હતી. ફિરોઝે કહ્યું હતું કે ટૂંક સમયમાં તમે જૂના કલાકાર અક્ષય, પરેશ ભાઈ અને સુનીલ સાથે હેરા ફેરી 3 જોવા મળશે. અમારી પાસે વાર્તા છે અને તેના પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ પહેલાના પાત્ર પર જ બનશે. અમારે વાર્તા, સામગ્રી, પટકથાના સંદર્ભમાં વધુ સાવચેતી રાખવી પડશે.

ટૂંક સમયમા કરાશે જાહેરાત

ફિરોઝે વધુમાં કહ્યું હતું કે અમે કેટલાક લોકોને શોર્ટલિસ્ટ કરી રહ્યા છીએ, વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. ફિરોઝના આ ઈન્ટરવ્યુ બાદ ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે.

હેરા ફેરી 3 ટ્રેન્ડ થયુ

જ્યારથી નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ હેરા ફેરી 3 ની પુષ્ટી કરી હતી ત્યારથી ચાહકો ખુશ થયા હતા અને હેરા ફેરી 3 સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. લોકો હેરાફેરીના મીમ્સ શેર કરી રહ્યા છે.

Post Office: ખુશખબર! જો તમારું પણ પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમને મળશે પૂરા 20 લાખ! જાણો કેવી રીતે લાભ મળશે?

કાર્તિકની મોટી છલાંગ, ICC ટી20 બેટિંગ રેન્કિંગમાં કાર્તિકનો 108 પૉઇન્ટને હાઇ જમ્પ, ઇશાન કિશન ટૉપ 10માં, જાણો

Agro Service Provider Scheme: ગુજરાતના ખેડૂતોને આ યોજનામાં સરકાર આપે છે 8.50 લાખ સુધીની સહાય, થશે એકસ્ટ્રા ઈન્કમ

જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ