Jacqueline Fernandez Money Laundering: મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. આ કેસમાં ED દ્વારા ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. ઇડીએ 215 કરોડ રૂપિયાની વસૂલાતના કેસમાં અભિનેત્રીને આરોપી બનાવી છે.
ED દ્વારા કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, "અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે અભિનેત્રી સીધી કે આડકતરી રીતે ગુનાની આવકમાં સામેલ છે. આ સાથે જેકલિન ફર્નાન્ડિઝ સુકેશના ગુનાઓ જાણ્યા પછી પણ તેની પાસેથી મોંઘી ગિફ્ટ લઇ રહી હતી.
EDની ચાર્જશીટ બાદ હવે જેકલિનની મુશ્કેલીઓ વધી શકે છે. અત્યાર સુધી સામે આવેલા સાક્ષીઓ અને આરોપીઓના નિવેદનો અનુસાર, અભિનેત્રી સતત સુકેશના સંપર્કમાં હતી, જ્યારે સુકેશે પણ સ્વીકાર્યું છે કે તેણે જેકલિનને મોંઘી ભેટ આપી છે.
EDની ચાર્જશીટ બાદ જેકલિનને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. અભિનેત્રીને 26 સપ્ટેમ્બરે દિલ્હીની પટિયાલા કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. 12 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસ અભિનેત્રીની પણ પૂછપરછ કરશે. EDએ આ મહિનાની શરૂઆતમાં બોલિવૂડ અભિનેત્રી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
મની લોન્ડરિંગ કેસ પર અભિનેત્રીએ સ્પષ્ટતા કરી
સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસને લઈને બોલિવૂડની જાણીતી અભિનેત્રી જેકલિનના નામની ચર્ચા તેજ થઈ ગઈ છે. જેકલિનનું 7.27 કરોડનું ભંડોળ પીએમએલએ દ્વારા ગુનાની આવકને ધ્યાનમાં રાખીને જપ્ત કરવામાં આવ્યું હતું.
મંગળવારે જેકલિન આ મામલે પીએમએલએના ન્યાય અધિકારીઓ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. જે અંતર્ગત અભિનેત્રીએ સ્પષ્ટતા કરી હતી કે મારી ફિક્સ ડિપોઝીટને કોઈ ગુના સાથે કોઈ લેવાદેવા નથી. ED દ્વારા 20 ઓક્ટોબર, 2021 અને 30 ઓગસ્ટના રોજ જેકલિનનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં તેણે ગિફ્ટ્સ મેળવવાની વાત સ્વીકારી હતી.