Most Popular Sports Team: મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની સૌથી સફળ ટીમોમાંથી એક છે. આ સિવાય આ ટીમની ફેન ફોલોઈંગ પણ પ્રશંસનીય છે. સમગ્ર વિશ્વમાં ચેન્નઈ સુપર કિંગ્સના કરોડો ચાહકો છે.  હવે આ ટીમ ઇન્સ્ટાગ્રામ પર મે મહિનાની સૌથી લોકપ્રિય ટીમ બની ગઈ છે. આ સિવાય વિશ્વભરની ટોપ-20 ટીમોની યાદીમાં 5 IPL ટીમો સામેલ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત, આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી આઈપીએલ ટીમો સામેલ છે.



લોકપ્રિય ટીમોની યાદીમાં કોનો-કોનો સમાવેશ થાય છે?


ઈન્સ્ટાગ્રામ પર ચેન્નાઈ સુપર કિંગ્સના 377 મિલિયન ફોલોઅર્સ છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ આ યાદીમાં ટોચ પર છે. જ્યારે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ત્રીજા નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સના 243 મિલિયન ફોલોઅર્સ છે. આ સાથે જ હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ સાતમા નંબરે છે. ગુજરાત ટાઇટન્સના 116 મિલિયન ફોલોઅર્સ છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ 43.7 મિલિયન ફોલોઅર્સ સાથે 15માં નંબરે છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ 18માં નંબર પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સના 38.3 મિલિયન ફોલોઅર્સ છે.


ચેન્નઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો


તાજેતરમાં, મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023નો ખિતાબ જીત્યો હતો. આ ટીમે ટાઈટલ મેચમાં છેલ્લા બોલે હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. આ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. જ્યારે ગુજરાત ટાઇટન્સ પોતાનું ટાઇટલ બચાવી શકી ન હતી.  ગુજરાત ટાઇટન્સે IPL 2022નું ટાઇટલ જીત્યું હતું. આ રીતે, હાર્દિક પંડ્યાની ટીમ IPL 2023માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશી હતી.


ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. વરસાદ પડતા ચેન્નઇને 15 ઓવરમાં 171 રનનો પડકાર મળ્યો હતો. જે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી વટાવી લીધો હતો. ચેન્નઇને જીત માટે અંતિમ ઓવરમાં 13 રન અને અંતિમ 2 બોલમાં 10 રનની જરૂર હતી. જાડેજાએ અંતિમ બે બોલમાં સિક્સર અને ફોર ફટકારી ટીમને જીત અપાવી હતી.


ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2021, 2018, 2011 અને 2010માં ટ્રોફી જીતી ચુક્યું છે. ધોનીએ પાંચમી વખત ટ્રોફી જીતી રોહિત શર્માની પાંચ વખત ટ્રોફી જીતવાની બરાબરી કરી.