Kangana Ranaut : બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) પોતાના બેબાક અંદાજને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે, કંગનાને ઇન્ડસ્ટ્રીના ધાકડ એક્ટ્રેસ કહેવી કંઇ ખોટુ નથી. કંગના હંમેશા પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે સોશ્યલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. કંગના રનૌતે પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી છે. એક્ટ્રેસ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ધાકડને લઇને ખુબ ઉત્સાહિત છે. પોતાની અપકમિંગ ફિલ્મ ધાકડને પ્રૉમટ કરવા માટે કંગના દરેક પ્રકારના હથકંડા અપનાવી રહી છે. આ બધાની વચ્ચે કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
આ લેટેસ્ટ તસવીરોમાં કંગના કંગના રેડ સ્લિમ ગાઉન પહેરેલી દેખાઇ રહી છે. તસવીરમાં કંગના કાંચની સામે ઉભી રહીને કાતિલ પૉઝ આપતી દેખાઇ રહી છે. કંગના રનોત આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, એક પછી એક ચઢિયાતી તસવીરો શેર કરતી રહે છે.
ખરેખરમાં, કંગના ફિલ્મના પ્રમૉશન માટે સતત બિઝ રહે છે. આ જ કારણ છે કે દરરોજ નવા નવા લૂકની તસવીરો સામે આવી રહી છે. રેડ ડ્રેસમાં કંગનાની આ કિલર લૂક વાળી તસવીરો ફેન્સને દિવાના બનાવી રહી છે.
---
આ પણ વાંચો.......
ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ કાર દૂર્ઘટનામાં નિધન, જાણો
IPL મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ, સટ્ટોડિયાનું PAK સાથે કનેકશન !
Crime News: મહિલાએ વોટ્સએપ કોલ કરીને યુવકનો બનાવ્યો અશ્લીલ વીડિયો, બાદમાં શરૂ થયો આવો ખેલ
Jyotish Tips: આર્થિક તંગીથી છો પરેશાન, તો અપનાવો લવિંગનો આ એકદમ સરળ ઉપાય, થઈ જશો માલામાલ
VIDEO: મહુવા સર્કિટ હાઉસ બાદ આ જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં દારુની બોટલો મળી આવતા ચકચાર