IPL:  સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોમાં ફિક્સિંગ અને સટ્ટાબાજીના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં એક દિલ્હીનો અને બે હૈદરાબાદનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા લોકોના તાર પાકિસ્તાન સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને આ અંગે મળેલી માહિતીના આધારે સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. સીબીઆઈએ આ કેસમાં પાકિસ્તાન સાથે જોડાયેલા ફિક્સિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.


સમાચાર એજન્સી, પીટીઆઈએ સીબીઆઈના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે 2019માં આઈપીએલ સટ્ટાબાજીનો દોર પાકિસ્તાન સુધી હતો, પાકિસ્તાન તરફથી મળેલા ઈનપુટ્સના આધારે મેચો પ્રભાવિત થઈ હતી. સીબીઆઈએ પણ આ મામલામાં કેસ નોંધ્યો છે અને ત્યારબાદ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. IPL 2019ની ફાઇનલમાં, મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.






ક્યારથી ચલાવતા હતા રેકેટ


તપાસ એજન્સીએ વધુમાં જણાવ્યું કે દિલ્હીના રોહિણીથી ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ દિલીપ કુમાર છે જ્યારે ગુરમ વાસુ અને ગુરમ સતીશની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આ લોકો 2013થી તેમનું નેટવર્ક ચલાવી રહ્યા હતા.


આ પણ વાંચોઃ


Bank Results: NPA ઘટવાથી SBI ને રેકોર્ડ 9114 કરોડનો ફાયદો, BOB ને પણ થયો ફાયદો


India Bans Exports of Wheat: ઘઉંની વધતી કિંમતો વચ્ચે સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત


Monsoon 2022: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી મોટી આગાહી


Jacinda Ardern tests COVID-19 positive: ન્યૂઝીલેન્ડના પીએમ આવ્યા કોરોનીની ઝપેટમાં, જાણો શું કહ્યું


IPL 2022:  પંજાબ સામે આઉટ થયા બાદ કોહલીએ ભગવાનને કર્યો સવાલ, વાયરલ વીડિયોમાં જુઓ રિએકશન