Ranbir Alia Wedding : આલિયા અને રણબીર આવતીકાલે લેશે સાત ફેરા, માતા નીતૂ કપૂરે કર્યું કન્ફર્મ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની વિધિઓ આજથી શરૂ થઈ ગઈ છે. મહેમાનો પણ આવવા લાગ્યા છે

gujarati.abplive.com Last Updated: 13 Apr 2022 07:50 PM
આવતીકાલે આલિયા અને રણબીરના લગ્ન

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન 14 એપ્રિલના રોજ થશે. નીતૂ કપૂર અને રિદ્ધિમા કપૂરે કન્ફર્મ કર્યુ છે કે લગ્ન આવતીકાલે થશે.

મહેંદી ફંક્શનમાં પહોંચા નીતૂ કપૂર અને રિદ્ધિમા કપૂર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના મહેંદી ફંક્શનમાં નીતૂ કપૂર અને રિદ્ધિમા કપૂર પહોંચ્યા છે

મહેંદી ફંક્શનમાં પહોંચા નીતૂ કપૂર અને રિદ્ધિમા કપૂર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના મહેંદી ફંક્શનમાં નીતૂ કપૂર અને રિદ્ધિમા કપૂર પહોંચ્યા છે. બંન્નેની તસવીર વાયરલ થઇ રહી છે. નીતૂ કપૂર અને રિદ્ધિમા બંન્ને સાડી પહેરી છે.


 

લગ્નની વિધિમાં સામેલ થવા સોની રાજદાન અને શાહીન ભટ્ટ પહોંચ્યા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનના લગ્નની વિધિમાં સામેલ થવા માટે સોની રાજદાન અને શાહીન ભટ્ટ પહોંચ્યા હતા. 

મહેશ ભટ્ટ પૂજા ભટ્ટ સાથે પહોંચ્યા હતા

રણબીર કપૂરના ઘરે આલિયા અને રણબીરના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, આજે મહેંદી સેરેમની ચાલી રહી છે, જેમાં ઘણા મહેમાનો પહોંચ્યા છે. થોડા સમય પહેલા આલિયાના પિતા મહેશ ભટ્ટ અને મોટી બહેન પૂજા ભટ્ટ પણ રણબીરના ઘરે  પહોંચી ચૂક્યા છે.

કરીના-કરિશ્મા રણબીરના ઘરે પહોંચ્યા

કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર ખાસ રીતે રણબીર કપૂરના ઘરે  પહોંચી છે. આ દરમિયાન કરીના કપૂર સફેદ રંગના ડ્રેસમાં જોવા મળી હતી, જ્યારે કરિશ્મા કપૂર પીળા રંગના ડ્રેસમાં જોવા મળી હતી.

બ્રેકગ્રાઉન્ડ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની વિધિઓ આજથી શરૂ થઈ ગઈ છે. રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેઓ કારમાંથી વેન્યુ એટલે કે આરકે હાઉસ તરફ જતા જોવા મળે છે.


આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની વિધિઓ આજથી શરૂ થઈ ગઈ છે. મહેમાનો પણ આવવા લાગ્યા છે. દરમિયાન ઘરની અંદર જતા કર્મચારીઓના મોબાઈલ ફોનના કેમેરા પર સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં સુરક્ષામાં તૈનાત બાઉન્સર મોબાઈલના આગળ અને પાછળના કેમેરા પર સ્ટીકર લગાવતા જોવા મળે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.