Salman Khan: બોમ્બે હાઈકોર્ટે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ કોર્ટે હજુ પણ નિર્ણય અનામત રાખ્યો હતો. પનવેલમાં સલમાનના ફાર્મ હાઉસની બાજુમાં રહેતા કેતન કક્કડ સામે સલમાન ખાને માનહાનિના દાવાનો કેસ કર્યો હતો. જેમાં કોર્ટે સલમાનને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો છે.


જણાવી દઈએ કે, અભિનેતા સલમાન ખાને આ મામલે બોમ્બે સેશલ કોર્ટના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. મહત્વનું છે કે, સલમાન ખાનને સેશન્સ કોર્ટમાંથી પણ કોઈ રાહત મળી નથી.


શું છે મામલો?


બોલિવૂડ એક્ટર સલમાન ખાને થોડા મહિના પહેલા મુંબઈના મલાડમાં રહેતા કેતન કક્કડ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કેતન પાસે પનવેલમાં સલમાનના ફાર્મ હાઉસની બાજુમાં ડુંગરાળ જમીન છે. સલમાને આરોપ લગાવ્યો છે કે, કેતને એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન તેને બદનામ કર્યો હતો અને તેની વિરુદ્ધ એવી ઘણી પોસ્ટ કરી હતી જે ભડકાઉ અને અપમાનજનક હતી. આ જ કેસમાં શોનો ભાગ રહેલા અન્ય બે લોકોને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. આ સિવાય ગૂગલ, યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક જેવી સોશિયલ મીડિયા કંપનીઓને પણ પક્ષકાર બનાવવામાં આવી હતી.


કોર્ટે ચુકાદો અનામત રાખ્યો 


તમને જણાવી દઈએ કે, કેતને સલમાન ખાન પર તેના ફાર્મહાઉસમાં ગેરકાયદેસર રીતે કામ કરવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. આ મામલે કેસ ચાલી રહ્યો છે. સેશન્સ કોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ હવે સલમાનને બોમ્બે હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. હાલ પૂરતો નિર્ણય અનામત રાખવામાં આવ્યો છે.


સલમાન ખાનની આવનારી ફિલ્મો વિશે વાત કરીએ તો, સલમાન હવે કિસી કા ભાઈ કિસી કી જાન, ટાઈગર 3 અને પઠાણ ફિલ્મમાં જોવા મળશે. 


આ પણ વાંચો......


Rajkot : PM મોદીએ એરપોર્ટ પર કયા બે દિગ્ગજ નેતાના પરિવાર સાથે કરી મુલાકાત, રાજકીય ચર્ચા ન થઈ હોવાનો નેતાનો દાવો


Birthday Wishes: 80 વર્ષના થયા અમિતાભ બચ્ચન, કરણ જોહરથી લઇને અજય દેવગણ સહિત આ સ્ટાર્સે ખાસ અંદાજમાં બિગ બીને આપી શુભેચ્છાઓ


Ram Setu Trailer: આતુરતાનો અંત.... અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’નું ટ્રેલર રિલીઝ, જાણો કેવા રહ્યા લોકોના રિએક્શન