મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સલમાન ખાન ઇન્ડસ્ટ્રીનો જ નહીં પરંતુ આખા દેશનો મૉસ્ટ એલિઝિબલ બેચલર છે. ફેન્સ તેના લગ્નની ક્યારેયના રાહ જોઇ રહ્યાં છે. પરંતુ સલમાન આ મુદ્દે ક્યારેય કોઇપણ વાત કહેતો નથી. અવાર નવાર તેના અફેર અને રિલેશનશીપની વાત સામે આવે છે, પરંતુ લગ્નની વાત ક્યારેય સામે આવતી નથી. તાજેતરમાં જ સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની એક તસવીરે સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી. આ તસવીરમાં સલમાન અને સોનાક્ષીના લગ્ન થઇ ચૂક્યા છે એવી વાત હતી. 


આ બધાની વચ્ચે હવે સોશ્યલ મીડિયા પર સલમાન ખાને ખુદ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ભાઇજાન સલમાન પોતાના લગ્ન વિશે જોડાયેલો એક ચોંકાવનારો ખુલાસો કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન ખુદ સ્વીકારતો દેખાઇ રહ્યો છે કે તેના લગ્ન થઇ ચૂક્યા છે.  


આ વીડિયો સલમાને પોતાના ઓફિશિયલ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ બન્ને પર શેર કર્યો છે. શેર કરવામા આવેલા આ વીડિયોમાં એક નહીં પરંતુ બે સલમાન ખાન દેખાઇ રહ્યાં છે. એક બાજુ જ્યાં 'હમ આપ કે હૈ કૌન' ફિલ્મનો યંગ સલમાન ખાન દેખાઇ રહ્યો છે, તો બીજી બાજુ હાલનો સલમાન ખાન દેખાઇ રહ્યો છે.  


વીડિયોમાં યંગ સલમાન ખાન આજના સલમાન ખાનને પુછે છે અને લગ્ન.... તો આના પર આજનો સલમાન જવાબ આપે છે, થઇ ગયા... વીડિયોમાં યંગ સલમાન આ સંભળીને ચોંકી જાય છે. આ વીડિયોના કેપ્શનમાં ખુદ સલમાને લખ્યું છે- હુઈ યા ના હુઈ જાનને કે લિયે પરસોં દેખેં.... આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. 






ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની એક તસવીર સામે આવી હતી. આ તસવીરમા સલમાન અને સોનાક્ષીના લગ્ન થઇ ગયા હોવાની વાત કરાઇ રહી હતી. 


આ પણ વાંચો.......... 


Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી


યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?


શેન વોર્નના નિધન બાદ કુંબલેએ જણાવ્યું, વોર્ન પોતાના મિત્રોનું કઈ રીતે ધ્યાન રાખતો, વાંચો મજેદાર કિસ્સો


VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો


24 મહાનુભાવોનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022'થી કરાયું સન્માન


Horoscope Today 6 March 2022: આજે છે વિનાયક ચતુર્થી, ગણપતિની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો તમામ રાશિનું રાશિફળ