Shamshera Title Track: બૉલીવુડ એક્ટર રણબીર કપૂર અને વાણી કપૂરની સ્ટારર ફિલ્મ 'શમશેરા' રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ડબલ રૉલમાં દેખાશે, જેની ઝલક ફેન્સ ટ્રેલરમાં જોઇ ચૂક્યા છે. ફિ્લમના ટ્રેલરને ખુબ પ્રેમ મળ્યો હતો, હવે આ ફિલ્મનું ટાઇટલ ટ્રેક પણ રિલીઝ થઇ ચૂક્યુ છે, જેમાં રણબીર કપૂરનાં ધાંસૂ લૂકે ફેન્સને એકવાર ફરીથી તેના દિવાના બનાવી દીધા હતા. 


'શમશેરા' ફિલ્મ એક્શનથી ભરપૂર છે, આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સને બેનર હેઠળ બની છે. યશરાજ ફિલ્મ્સના યુટ્યૂબ ચેનલ પર આ ફિલ્મના ટાઇટલ ટ્રેકને રિલીઝ કરી દીધુ છે. જેમા રણબીર કપૂર એકદમ શાનદાર લાગી રહ્યો છે. આ ગીતની શરૂઆતથી જ દર્શકોના રૂંવાડા ઉભા કરી દેશે. ઉત્સાહથી ભરેલા આ ગીતમાં રણબીરની ધાંસૂ સ્ટાઈલ દેખાઇ છે. આ ફિલ્મ 22 જુલાઈ (2022)ના રોજ રિલીઝ થશે. ગીત શરૂ થાય છે - ખંજર હૈ પીઠમે ગહરા, ઘના ચાહે અંધેરા ફિર ભી જિંદ પે જિંદા જો કહલાયે વો શમશેરા...



રણબીર અને વાણી ફિલ્મ 'શમશેરા'ને લઈને ચર્ચામાં છે. યશ રાજ બેનરની આ ફિલ્મનું ટ્રેલર 24 જૂને રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂરથી લઈને સંજય દત્ત સુધી દરેકનું જોરદાર કેરેક્ટર જોવા મળ્યું હતું. રણબીર કપૂર પહેલીવાર આટલા અલગ પાત્રમાં જોવા મળ્યો છે. રણબીર, સંજય દત્ત, વાણી કપૂર સ્ટારર ફિલ્મનો ફર્સ્ટ લૂક જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.


 






--






--


આ પણ વાંચો...... 


દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ


Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા


Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ


India Corona Cases Today: દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા, સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ


Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ


GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ