Ram charan in Salman khan's Film: બોલીવુડના દબંગ ખાન સલમાનની આવનારી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના રાહ આતુરતાથી જોવાઈ રહી છે. ત્યારે આ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, સલમાનની (Salman Khan) આ ફિલ્મમાં સાઉથની સુપરહિટ ફિલ્મ RRRનો લીડ એક્ટર રામ ચરણ પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ પહેલાં સલમાન સાથે તેલુગુ સ્ટાર વેંકટેશ દગ્ગુબાતીના કેમિયોના સમાચાર પહેલાથી જ લોકોમાં આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહ વધ્યો હતો.
સલમાને ખુદ કંફર્મ કર્યુંઃ
સલમાન ખાને પુષ્ટિ કરી છે કે RRR સ્ટાર રામ ચરણ (Ram Charan) ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં કેમિયો રોલ કરતો જોવા મળશે. મહત્વની વાત એ છે કે, સલમાન ખાને રામ ચરણને કેમિયો રોલ કરવા માટે કહ્યું ન હતું, પરંતુ રામ ચરણે પોતે પોતાની મરજીથી આ કેમિયો રોલ કરવાનું પસંદ કર્યું છે. ત્યારે હવે એ વાત કંફર્મ થઈ ગઈ છે કે, ફેન્સને સલમાન ખાનની આ ફિલ્મમાં સુપરસ્ટારનો ડબલ ડોઝ જોવા મળશે.
સલમાન પણ કરશે તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂઃ
તમને જણાવી દઈએ કે, સલમાન ખાન પણ ટૂંક સમયમાં તેલુગુમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. દબંગ ખાન તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી સાથેની તેની ફિલ્મ 'ગોડફાધર'માં જોવા મળવાનો છે. આ ફિલ્મ 5 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. થોડા દિવસો પહેલાં રિલઝ થયેલા ગોડફાધર ફિલ્મના ટ્રેલરમાં જ સલમાનને ચિરંજીવી સાથે જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. ત્યારે સાઉથ ફિલ્મોના ચાહકો સલમાન ખાનને સાઉથની ફિલ્મમાં જોવા માટે ઘણા આતુર જોવા મળી રહ્યા છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ચિરંજીવીએ જણાવ્યું હતું કે, તેણે તેના પુત્ર રામ ચરણને 'ગોડફાધર' ફિલ્મમાં કેમિયો કરવા માટે સલમાન સાથે વાત કરવા માટે મુંબઈ મોકલ્યો હતો. રામ ચરણ અને ચિરંજીવીના પરિવાર સાથે સલમાનના ઘણા સારા સંબંધો છે. 'ગોડફાધર'ની એક ઈવેન્ટમાં સલમાને રામ ચરણના કેમિયો વિશે જણાવ્યું હતું.
આ પણ વાંચો....