The Vaccine War Trailer Out: 'ધ કાશ્મીર ફાઇલ્સ' બનાવનારા વિવેક અગ્નિહોત્રીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ વેક્સીન વોર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દર્શકો તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.  વિવેક અગ્નિહોત્રીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ વેક્સીન વોર' ફિલ્મ 28 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.   'ભારતની પ્રથમ બાયો-સાયન્સ ફિલ્મ', 'ધ વેક્સીન વોર'નું ટ્રેલર  વેક્સીનના વિકાસ પાછળ ભારતીય વૈજ્ઞાનિકોના સંઘર્ષને દર્શાવે છે અને પડદા પાછળની ઘણી વાર્તાઓને પણ હાઇલાઇટ કરે છે. દર્શકો ઘણા સમયથી તેમની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 

  


આ ફિલ્મમાં બોલીવૂડ અભિનેતા અનુપમ ખેર , અભિનેતા  નાના પાટેકર, સપ્તમી ગૌડા અને પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે પલ્લવી જોશી અને આઈ એમ બુદ્ધાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.           



ટાઇમ્સ સ્ક્વેર પર પહેલું ગીત લોન્ચ કર્યું હતું


ટ્રેલરમાં કોરોના યુગમાં વેક્સીન બનાવવા પાછળનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મનું નિર્માણ પલ્લવી જોશીએ કર્યું છે. તેણે 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું નિર્માણ પણ કર્યું. બીજી તરફ વિવેક અગ્નિહોત્રીએ દુનિયાના ખૂણે ખૂણે ફિલ્મને પ્રમોટ કરવામાં કોઈ કસર છોડી નથી. વિદેશમાં સ્ક્રીનિંગ ઉપરાંત, ફિલ્મ નિર્માતાએ ટાઇમ્સ સ્ક્વેર ખાતે ફિલ્મનું પ્રથમ ગીત 'સૃષ્ટિ સે પહેલે' લોન્ચ કર્યું.


આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે


તમને જણાવી દઈએ કે આ પહેલા વિવેક અગ્નિહોત્રી પોતાની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે ખૂબ જ ચર્ચામાં રહ્યા  હતા. તેમની ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો પરંતુ તેમ છતાં તેની ફિલ્મ હિટ થઈ હતી. ફિલ્મે બજેટ કરતા અનેકગણી કમાણી કરી હતી. આ પછી તેની ડોક્યુમેન્ટ્રી 'ધ કાશ્મીર ફાઇલ્સ - અનરિપોર્ટેડ' પણ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવી હતી. આને દર્શકોએ પણ ખૂબ પસંદ કર્યું હતું અને હવે તેની ફિલ્મ 'ધ વેક્સીન વોર' 28 સપ્ટેમ્બરે રિલીઝ માટે તૈયાર છે.   


અમેરિકામાં પણ ચાલ્યો Jawan નો જાદુ! સૌથી વધુ કમાણી કરનારી ચોથી ફિલ્મ બની 


અનુપમ ખેરે શાહરુખ ખાનની જવાન જોઈ થિયેટરમાં મારી સિટી, જાણો ટ્વિટ કરી શું કહ્યું ? 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial