Russia-Ukraine War -બૉલીવુડની જાણીતી હૉટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે એક્ટ્રેસ રશિયા અને યૂક્રેન યુદ્ધમાંથી માંડ માંડ બચી શકી છે. ખરેખરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે યૂક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યો ત્યારે એક્ટ્રેસ ઉર્વસી રૌતેલા યૂક્રેનમાં હતી, જોકે સૈન્ય કાર્યવાહીથી તેનો માંડ માંડ જીવ બચ્યો છે. તે બૉમ્બ ધડાકા અને ગોળીબારીથી બચી નીકળમાં સફળ થઇ શકી છે. ઉર્વશીએ આ ખતરાથી બચાવવા માટે ભગવાનનો આભાર માન્યો છે. 


ખરેખરમાં, અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ શુક્રવારે તેનો જન્મદિવસ (Urvashi Rautela Birthday) મનાવ્યો. આ દરમિયાન ઉર્વશીએ કહ્યું કે, આ દિવસને મારા પેરેન્ટસ ખુબ ખાસ બનાવી દે છે એટલે તે બર્થ ડે સેલિબ્રેશન માટે માલદીવમાં છે. પરંતુ જન્મદિવસની ઉજવણી દરમિયાન તેને મોટો ખુલાસો કરતા કહ્યું કે તે રશિયા-યૂક્રેન યુદ્ધમાંથી માંડ માંડ બચી શકી છે. કેમ કે યુધ્ધ પહેલા ઉર્વશી યુક્રેનમાં હતી, અને ત્યાં તે ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી. 






એક્ટ્રેસ ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી યૂક્રેનમાં-
ઉર્વશી છેલ્લા કેટલાક દિવસોથી યૂક્રેનમાં તેની તમિલ ડેબ્યૂ ફિલ્મ (Urvashi Rautela Upcoming Films) 'ધ લિજેન્ડ'નું શૂટિંગ (Film Legend Film Shooting) કરી રહી હતી. તે જ સમયે, રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર મિસાઇલોનો વરસાદ શરૂ કર્યો હતો. એટલા તેના નસીબ સારા કે હુમલા પહેલા જ અભિનેત્રી માલદીવમાં જન્મદિવસની ઉજવણી કરવા પહોંચી હતી. અભિનેત્રીએ યૂક્રેનના બે વીડિયો પણ શેર કર્યા હતા.






આ પણ વાંચો...... 


Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત


IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો


Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ


યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારી નવી એડવાઇરી જાહેર કરી, જાણો વિદ્યાર્થીઓને ક્યાં ન જવાની આપી સૂચના?


Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના