મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરના ઘરે જલદીથી એક નાનો મહેમાન આવવાનો છે. આ બધાની વચ્ચે સોનમ કપૂરના ઘરે લંડનમાં ધમાકેદાર બેબી શાવર એટલે કે સીમંત ભરાયુ. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. પરંતુ આ ફન્કશનની તસવીરમાં જે વ્યક્તિ દેખાઇ રહી છે, તેના પર જ બધાની નજર ટકેલી છે.
ખરેખરમાં, એક્ટ્રેસ સોનમ કપૂરનુ સીમંત ભરાયુ તે સમયે દાઢી મૂંછ અને વન પીસ પહેરીને એક વ્યક્તિ સોનમ સાથે જોવા મળી હતી. લોકો આ પુછી રહ્યાં છે કે આ વ્યક્તિ કોણ છે, જેને સોનમના ફન્ક્શનની આખી મહેફિલ લુંટી લીધી છે. જાણો આ વ્યક્તિ કોણ છે, અને શું કરે છે............
સોનમ સાથે ફન્કશનમાં દેખાયેલી દીઢી-મૂંછ વાળી વ્યક્તિ કોણ ?
આ વ્યક્તિનુ નામ લિયો કલ્યાણ છે, અને મૂળ પાકિસ્તાની છે અને હાલમાં તે લંડનમાં બ્રિટનમાં રહે છે. લિયો ગે આર્ટિસ્ટ છે. લિયો કલ્યાણ એક જાણીતી સિંગર, સોંગ રાઇટર, મૉડલ અને મ્યુઝિક કમ્પૉઝર છે. એટલુ જ નહીં લિયો પોતાના જાદુઈ અવાજ માટે જાણીતો છે. લિયોએ પોતાની જિંદગી વિશે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો, તેને કહ્યું હતુ કે, તે 13 વર્ષનો હતો ત્યારથી તેણે ગીત ગાવાનું શરૂ કર્યું હતું. નાનપણથી જ તે સિંગર બનવા માગતો હતો. પરંતુ પરિવારે તેને ક્યારેય સપોર્ટ કર્યો નહોતો.
ખાસ વાત છે કે લિયો એક ગે આર્ટિસ્ટ છે, લિયો ગે તથા મુસ્લિમ હોવાથી અનેક મુશ્કેલીઓ પડી હતી. જ્યારે તેણે દુનિયાની સામે પોતાની સેક્સ્યુઆલિટીનો સ્વીકાર કર્યો તો તેણે ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો હતો.
લિયોએ અત્યાર સુધી 'ગેટ યૉર લવ', 'ડે ડ્રીમ', 'ફિંગર ટિપ્સ'થી લઈ 25 જેટલાં ગીતો પર કામ કર્યું છે. એટલુ જ નહીં તે બૉલીવુડ ગીતો સોશ્યલ મીડિયા પર ગાઇને શેર પણ કરે છે. 2013માં લિયો લંડનના ડ્રીમી પોપ બેન્ડનો હિસ્સો પણ હતો. 2019માં લિયોએ લંડન ફેશન વીકમાં ફેશન ડિઝાઇનર રહમુર રહમાન માટે રેમ્પ વૉક કર્યું હતું.
આ પણ વાંચો....
Air Force Agniveer: ભારતીય વાયુસેનામાં જલ્દી જ થશે અગ્નિવીરોની ભરતી, IAFએ જાહેર કર્યા FAQs
આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ભારે વરસાદ પડશે
India Corona Cases Today: ભારતમાં કોરોના વકર્યો, એક્ટિવ કેસ 63 હજારને પાર
નીતિન ગડકરીએ 500 રૂપિયા કમાવવા માટેની જોરદાર સ્કીમ જણાવી, બસ કરવું પડશે આ કામ!