Jawed Habib Spits Case: જાણીતા હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ (Jawed Habib) વિવાદમાં ફસાયો છે, તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ મહિલાના માથામાં થૂંક લગાવતો દેખાઇ રહ્યો છે. ખરેખરમાં તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન પોતાની ક્રિએટિવિટી બતાવવી ભારે પડી ગઇ. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, હેર સ્ટાઇલિસ્ટ વાળ કપાવવા આવેલી મહિલાના માથામાં પહેલા થૂંક લગાવે છે અને પછી તેની હેર સ્ટાઇલ બનાવી રહ્યો છે. આને લઇને ખુબ મોટો વિવાદ થયો છે, અને હવે આ મામલાને લઇને રાષ્ટ્રીય મહિલા આયોગે (NCW) તેને મુશ્કેલી વધારી દીધી છે, તેને દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.
વીડિયોમાં દાવો કરાઇ રહ્યો છે કે, હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ મહિલાના વાળ કાપતી વખતે પાણીનો ઉપયોગ નથી કરતો પરંતુ તેની જગ્યાએ ક્રિએટિવિટી બતાવવા માટે થૂંકનો ઉપયોગ કરી રહ્યો છે, અને એવુ પણ કહે છે કે આ થૂંકમાં જાન છે. જોકે, વીડિયોને લઇને જાવેદ હબીબની જોરદાર ટ્રૉલિંગ થઇ રહી છે, લોકો જાવેદ હબીબની ટીકાઓ કરી રહ્યાં છે. આ વીડિયો મુઝ્ફફરનગરનો મનાઇ રહ્યો છે જ્યાં એક મહિલાને વાળ કાપવા માટે સ્ટેજ પર બોલાવે છે અને કહે છે કે, જો વાળ કાપતી વખતે પાણી ના હોય તો મારા થૂંકમાં જાન છે અને તેવુ કહીને તે વાળમાં થૂંકે છે.આ સમયે મહિલા પણ અસહજ નજરે પડે છે.
આ મહિલા પૂજા ગુપ્તા છે, અને તે હેર સ્ટાઇલિસ્ટના આવા વ્યવહારથી અસહજ અનુભવી રહી છે. તેને કહ્યું જાવેદે મીસબિહેવ કર્યુ હતુ. એટલે મેં હેર કટ માંડી વાળી હતી. હું ગલીના હેર ડ્રેસર પાસે વાળ કપાવી લઈશ પણ જાવેદ હબીબ પાસે નહીં. મહિલા કહે છે કે, મારુ બ્યુટી પાર્લર છે અને હું જાવેદ હબીબનો સેમિનાર એટેન્ડ કરવા માટે ગઈ હતી.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........