Sunny Leone Photoshoot: બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની (Sunny Leone) ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે તે પોતાના નવા ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. એડલ્ટ સ્ટારમાંથી ફિલ્મ સ્ટાર બનેલી સની લિયૉનીનુ ભારત સહિત દુનિયાભરમાં મોટુ ફેન ફોલોઇંગ છે, ફેન્સ પણ તેના દરેક લૂકને ખુબ પસંદ કરે છે, અને તેની તસવીરો પર ખુબ પ્રેમ લૂંટાવે છે. હાલમાં તેનો નવો લૂક ખુબ ચર્ચામાં આવ્યો છે.
તાજેતરમાં જ એક્ટ્રેસ સની લિયૉનીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સેક્સી લાગી રહી છે. તેને શૉર્ટ ડ્રેસમાં સેક્સી પૉઝ આપ્યા છે. સનીની આ તસવીરો એક ફોટોશૂટ દરમિયાનની છે, જેમાં તેને તેને બ્લૂ કલરનો શિમરી શૉર્ટ ડ્રેસ પહેરેલો છે, લૂકને કમ્પલેટ કરવા માટે સનીએ સ્મૉકી મેકઅપ કર્યો છે અને સાથે પૉનીટેલ બનાવી છે. આમાં એક્ટ્રેસ એકદમ ક્યૂટ એન્ડ બૉલ્ડ દેખાઇ રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની લિયૉની પોતાના આગામી પ્રૉજેક્ટ પર ધ્યાન આપી રહી છે. સની લિયૉની બહુ જલદી એક્ટર અર્જૂન રામપાલની આગામી ફિલ્મ 'ધ બેટર ઓફ ભીમા કોરોગાંવ'માં દેખાશે. આ ફિલ્મમાં તેને કેમિયો રૉલ કરતી જોઇ શકાશે.
---
આ પણ વાંચો...........
Pics: ટીવીની આ 40 વર્ષીય એક્ટ્રેસે ઓપન જેકેટમાં કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, કિલર પૉઝ વાયરલ