Ponniyin Selvan Trailer Launch : મણિરત્નમ (Mani Ratnam)ની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ પોન્નિયન સેલવન (Ponniyin Selvan) આજકાલ ખુબ ચર્ચામાં છે. ફિલ્મનુ ટ્રેલર લૉન્ચ કરી દેવામા આવ્યુ છે. ટ્રેલર પાંચ અલગ અલગ ભાષાઓ તામિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં 10ની સદીના ચોલોનો ગૌરવશાળી ઇતિહાસ બતાવવામા આવ્યો છે, પોન્નિયન સેલવન (Ponniyin Selvan) માં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai) રાની નંદિનીની ભૂમિકામાં છે. રાની નંદિનીની ભૂમિકામાં ઐશ્વર્યા રાય એકદમ સુંદર દેખાઇ રહી છે. ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમમાં એન્ટ્રી કરશે.
કેવુ છે ટ્રેલર -
કલ્કિ કૃષ્ણામૂર્તિના ઐતિહાસિક મહાકાવ્ય પર આધારિત, પોન્નિયન સેલવન ભારતના ઇતિહાસમાં 'મહાનતમ' સામ્રાજ્ય, ચોલ સામ્રાજ્યની કહાણી કહે છે, આ આકાશમાં એક ધૂમકેતુના દ્રશ્યોની સાથે શરૂ થાય છે. અને શાહી રક્તનુ બલિદાન માંગે છે. ફિલ્મમાં ચિયાન વિક્રમ એક અદિથા કરિકાલન, જયમ રવિ એક અરુણોમોજી વર્મન અને કાર્થી એક વંથિયાથેવનની ભૂમિકા નિભાવતા દેખાઇ રહ્યાં છે. ત્રણ માણસો તલવારો લહેરાવે છે, ઘોડે સવારી કરે છે, રોમાંચ અને ગુપ્ત મિશનો પર જાય છે, અને દુરની ભૂમિની રાજકુમારીઓને મળે છે. જેમાં કુડવઇની ભૂમિકા નિભાવનારી ત્રિશા કૃષ્ણન પણ સામેલ છે. ટ્રેલરનુ મુખ્ય આકર્ષણ રાની નંદિનીની ભૂમિકા નિભાવનારી ઐશ્વર્યા રાય બચ્ચન છે. તે અદિથા અને અરુણમોજીના મિલન વિરુદ્ધ ચેતાવણી આપે છે. કદાચ તે જે જેટલુ આપી રહી છે, તેનાથી વધુ જાણે છે. યુદ્ધ અને લડાઇ થાય છે અને ત્યારબાદના દ્રશ્યોમાં લોહી વહે છે, પરંતુ નંદિનીની આંખો શાહી સિંહાસનને નથી છોડતી.
500 કરોડના બજેટમાં બની આ ફિલ્મ -
આ પોન્નિયન સેલવન બે પાર્ટમાં આવશે, આ ફિલ્મનો પહેલો પાર્ટ છે, જેને 500 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બનાવવામાં આવી છે. ફિલ્માં ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત ચિયાન વિક્રમ, કાર્થી, જયમ રવિ, તૃષા, ઐશ્વર્યા લક્ષ્મી, લાલ અને શોભિતા ધૂલિપાલા મુખ્ય ભૂમિકામાં દેખાશે. ફિલ્મ સાઉન્ડટ્રેક એઆર રહેમાન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે આને રવિ વર્મને શૂટ કર્યુ છે. લાઇકા પ્રૉડક્શન્સ દ્વારા બનેલી આ ફિલ્મ આઇમેક્સ સિનેમાઘરોમાં પ્રદર્શિત થનારી પહેલી તામિલ ફિલ્મ હશે.
આ પણ વાંચો............
Ravindra Jadeja Surgery: એશિયા કપમાં ઈજાગ્રસ્ત થનાર જાડેજાની સર્જરી સફળ રહી, પોસ્ટ કરી આપી આ જાણકારી
Asia Cup 2022: હવે ભારતની ફાઈનલની ટિકિટ પાકિસ્તાનના ભરોસે? ભારત માટે હવે એશિયા કપમાં આટલી છે તક