નવી દિલ્હીઃ જાણીતી ફિલ્મ એક્ટ્રેસ સયાકા કાન્ડાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આઇડલી પ્રાઇડ, સ્ટાર બ્લેઝર્સ 2202 અને કન્વીનિયન્સ સ્ટૉર બૉયફ્રેન્ડ્સમાં વૉઇસ ઓવર માટે જાણીતી જાપાની એક્ટ્રેસ સયાકા કાન્ડાનુ નિધન થઇ ગયુ છે. તેની અધિકારીક વેબસાઇટ પર તેના નિધનની જાણકારી આપવામાં આવી છે. તે માત્ર 35 વર્ષની હતી. કહેવાઇ રહ્યું છે કે, હૉટલના 22મા માળેથી નીચે પડવાના કારણેત તેનુ મોત થઇ ગયુ છે. પોલીસ આને આત્મહત્યાનો કેસ માની રહી છે, પરંતુ કાવતરુનો પણ ઇનકાર નથી કર્યો. 


સયાકા કાન્ડાના પબ્લિસિસ્ટ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, અભિનેત્રી સયાકા કાન્ડા દૂર્ઘટનાનો શિકાર થઇ ગઇ છે. સયાકા કાન્ડાનુ 18 ડિસેમ્બરે રાત્રે નવ વાગે અચાનક મોત થઇ ગયુ છે. અમે આવી ખબર ફેન્સને આપતા ખુબ દુઃખી છીએ. અમારા માટે આ માનવુ પણ ખુબ મુશ્કેલ છે પરંતુ આ એકદમ સાચુ છે કે હવે સયાકા કાન્ડા અમારી વચ્ચે નથી રહી. કૃપા કરીને તેમના પરિવારની પ્રાઇવસીનુ સન્માન કરો. 


લોહીથી લથપથ હતી સયાકા કાન્ડા
ખબરોનુ માનીએ તો સયાકા કાન્ડા લોહીથી લથપથ હૉટલની બહાર બેહોશીની હાલતમાં મળી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે, તેનો રૂમ 22માં માળે હતો અને તે ત્યાંથી નીચે પડી ગઇ હતી. તેને હૉસ્પીટલમાં લઇ જવાઇ પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. પોલીસ હાલ આને આત્મહત્યાનો કેસ માની રહી છે, પરંતુ સયાકા કાન્ડાના દોસ્તોનુ કહેવુ છે કે તે આત્મહત્યા નથી કરી શકતી.


 




આ પણ વાંચો........


Anand: કૂખ ભાડે આપીને સરોગેટ મધર બનનારી આ યુવતી બની સરપંચ, કઈ મજબૂરીના કારણે બનવું પડેલું સરોગેટ મધર ?


Dwarka : યુવતીને યુવક સાથે શારીરિક સંબંધ બંધાતા રહેવા લાગ્યા પતિ-પત્નીની જેમ, પછી જે થયું તે જાણીને હચમચી જશો.....


Horoscope Today 21 December 2021: આજે સૂર્ય ચંદ્ર સામે-સામે, કર્ક રાશિ સહિત આ રાશિઓ માટે ગ્રહોની દશા શુભ ફળદાયી


Stock Market Opening: ગઈકાલના કડાકા બાદ આજે શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સ 56,200 તો નિફ્ટી 16,700ને પાર


ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત


India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, 24 કલાકમાં 453 સંક્રમિતોના મોત


IND vs SA 1st Test: ભારત અને સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી મળશે કે નહીં? આફ્રિકાએ શું લીધો મોટો નિર્ણય?